Business/ Reliance Jioનો ધમાકો, 1,999 રુપિયામાં મેળવો નવો જિયો ફોન અને 2 વર્ષ સુધી મળશે ફ્રી કોલિંગ

રિલાયન્સ જિયો ગ્રાહકો માટે એક નવો “JioPhone 2021 ઓફર લઈને આવી છે. આ બંડલ પ્લાન છે, જેમાં ગ્રાહકે જિયોફોન ખરીદવા પર 1999 ચૂકવવા પડશે અને યૂઝર્સને 2 વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગ સાથે દર મહિને 2 જીબી ડેટા મળશે. બીજો પ્લાન 1499 રૂપિયા છે, જેમાં ગ્રાહકને જિયોફન સાથે 1 વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગ સાથે 2 જીબી […]

Business
jio phone Reliance Jioનો ધમાકો, 1,999 રુપિયામાં મેળવો નવો જિયો ફોન અને 2 વર્ષ સુધી મળશે ફ્રી કોલિંગ

રિલાયન્સ જિયો ગ્રાહકો માટે એક નવો “JioPhone 2021 ઓફર લઈને આવી છે. આ બંડલ પ્લાન છે, જેમાં ગ્રાહકે જિયોફોન ખરીદવા પર 1999 ચૂકવવા પડશે અને યૂઝર્સને 2 વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગ સાથે દર મહિને 2 જીબી ડેટા મળશે. બીજો પ્લાન 1499 રૂપિયા છે, જેમાં ગ્રાહકને જિયોફન સાથે 1 વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગ સાથે 2 જીબી ડેટા આપવામાં આવશે.

આ ઓફરમાં 750 રૂપિયા ચુકવવા પર તેને એક વર્ષ માટે રિચાર્જની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ અને દર મહિને 2 જીબી ડેટા પણ મળશે. આ ઓફર 1 માર્ચથી ભારતભરમાં લાગુ થઇ ગઇ છે. આ ઓફરનો લાભ તમામ રિલાયન્સ રિટેલ અને જિયો રિટેલરો પાસેથી મેળવી શકાય છે.

JioFiber broadband plans explained: Price, speeds, OTT apps, and everything else | Technology News,The Indian Express

ટેક્સ નહીં પરંતુ આ કારણે વધી રહ્યા છે પેટ્રોલ- ડીઝલના ભાવ, પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું મોટું કારણ

રિલાયન્સ જિયોના ડાયરેક્ટર શ્રી આકાશ અંબાણીએ કહ્યું હતું કે, “જ્યારે વિશ્વ 5 જી ક્રાંતિની ધાર પર છે, ત્યારે ભારતમાં 300 કરોડ લોકો 2 જીમાં ફસાયેલા છે. તેઓ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વંચિત છે. આ પહેલા 4 વર્ષથી જિયોએ દરેક ભારતીય માટે ઇન્ટરનેટને સુલભ બનાવ્યું છે અને ટેકનોલોજીથી દરેક ભારતીયને ફાયદો થયો છે.

Applications - 9 features that make Reliance Jio a game-changer | The Economic Times

જિયોફોનની સસ્તી કિંમત અને સારી બેટરીને કારણે વધુ લોકપ્રિયતા મળી હતી. આ ફીચર ફોનનો ઉપયોગ હાલમાં ભારતના ઘણા લોકો યૂઝ કરી રહ્યા છે. અત્યાર સુધી કંપનીએ આ સીરીઝમાં બે ફોન લોન્ચ કર્યા છે. આ શ્રેણીનો પહેલો ફોન જિયોફોન હતો. બાદમાં કંપનીએ JioPhone 2 ને લોન્ચ કર્યો. તે ફીચર ફોન સેલ્સ ચાર્ટમાં ટોપ પર છે અને હાલમાં તે સુવિધા ફોન માર્કેટમાં અગ્રેસર છે.