Not Set/ પ્રદુષણ/ પ્લાસ્ટિકના વધતા ઉપયોગની સામે, રિલાયન્સનું પર્યાવરણ જાગૃતિ અભિયાન

પ્રતિદિન વધી રહેલા પ્લાસ્ટિકના ઉપયોગને લઈને પ્રદુષણમાં બહુ મોટો વધારો થઇ રહ્યો છે. જેની અસર બદલાતા પર્યાવરણમાં જોવા મળી છે. આ જ બાબત ને લઈને રિલાયન્સ લિમિટેડ કંપની દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિકના વધતા ઉપયોગની સામે રિલાયન્સ કંપની દ્વારા 78 ટન વેસ્ટ પ્લાસ્ટિકનું કલેક્શન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ કંપની દ્વારા ઓક્ટોબરમાં રિસાયકલ […]

Business
plastic waste પ્રદુષણ/ પ્લાસ્ટિકના વધતા ઉપયોગની સામે, રિલાયન્સનું પર્યાવરણ જાગૃતિ અભિયાન

પ્રતિદિન વધી રહેલા પ્લાસ્ટિકના ઉપયોગને લઈને પ્રદુષણમાં બહુ મોટો વધારો થઇ રહ્યો છે. જેની અસર બદલાતા પર્યાવરણમાં જોવા મળી છે. આ જ બાબત ને લઈને રિલાયન્સ લિમિટેડ કંપની દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિકના વધતા ઉપયોગની સામે રિલાયન્સ કંપની દ્વારા 78 ટન વેસ્ટ પ્લાસ્ટિકનું કલેક્શન કરવામાં આવ્યું હતું.

plastic 1 પ્રદુષણ/ પ્લાસ્ટિકના વધતા ઉપયોગની સામે, રિલાયન્સનું પર્યાવરણ જાગૃતિ અભિયાન

રિલાયન્સ કંપની દ્વારા ઓક્ટોબરમાં રિસાયકલ લાઇફ નામનું વિસ્તૃત અભિયાન શરૂ કર્યું હતું, જેણે પોતાની કામગીરીની આસપાસનાં વિસ્તારોમાં વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરવા અને રિસાઇકલિંગ માટે પોતાની ઓફિસોમાં લાવવા પ્રોત્સાહન આપ્યું હતું. ભારતમાં આરઆઇએલ અને આનુષંગિક વ્યવસાયો સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ પૃથ્વીને લઈને રિસાઇકલિંગનો સંદેશ ફેલાવે છે.

plastic પ્રદુષણ/ પ્લાસ્ટિકના વધતા ઉપયોગની સામે, રિલાયન્સનું પર્યાવરણ જાગૃતિ અભિયાન

આ બાબતને લઈને નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે રિસાયકલ લાઇફ વડે લોકોમાં જાગૃતિ લાવી શકાય છે. ભવિષ્ય માં આવનારી પેઢીઓ માટે ઉજ્જવળ, શ્રેષ્ઠ, સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ અભિયાન માટે તેઓ કટિબદ્ધ છે. રિલાયન્સ ફાઉન્ડેશન નિયમિતપણે સ્થાનિક સમુદાય દ્વારા સાફસફાઈની પ્રવુત્તિને સાથ સહકાર આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.