Not Set/ દેવઉઠી અગિયારસ: આ મંત્રનો જાપ કરશો તો ઐશ્વર્ય પામશો

અમદાવાદ, આવતી કાલે સોમવારે દેવઉઠી અગિયારસ છે.ઉઠી એકાદશી કારતક મહિનાના સુદ પક્ષમાં આવતી દેવઉઠી અગિયારસને  દિવસે જ ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ઊંઘમાંથી જાગે છે. આ દિવસે ચાતુર્માસ પણ પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું ખાસ મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, દેવઉઠી અગિયારસને દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી સુખ સંપત્તિ મળે છે. આ […]

Navratri 2022
ssmm દેવઉઠી અગિયારસ: આ મંત્રનો જાપ કરશો તો ઐશ્વર્ય પામશો
અમદાવાદ,
આવતી કાલે સોમવારે દેવઉઠી અગિયારસ છે.ઉઠી એકાદશી કારતક મહિનાના સુદ પક્ષમાં આવતી દેવઉઠી અગિયારસને  દિવસે જ ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ઊંઘમાંથી જાગે છે. આ દિવસે ચાતુર્માસ પણ પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું ખાસ મહત્વ છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, દેવઉઠી અગિયારસને દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી સુખ સંપત્તિ મળે છે.
આ એકાદશીએ પૂજા-પાઠ અને વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. આ તિથિએ રાત્રે જાગરણ કરવામાં આવે છે. એકાદશી પર ભગવાન વિષ્ણુને ધૂપ, દિવો, નૈવેધ, ફૂલ, ગંધ, ચંદન, ફળ અને અર્ધ્ય અર્પિત કરવામાં આવે છે. ભગવાનની પૂજા કરી ઘંટ, શંખ, મૃદંગ વગેરે વાદ્યો સાથે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો
उत्तिष्ठोत्तिष्ठ गोविंद त्यज निद्रां जगत्पते।त्वयि सुप्ते जगन्नाथ जगत् सुप्तं भवेदिदम्।।उत्तिष्ठोत्तिष्ठ वाराह दंष्ट्रोद्धृतवसुंधरे।हिरण्याक्षप्राणघातिन् त्रैलोक्ये मंगलं कुरु।।
ત્યારબાદ ભગવાનની આરતી કરો અને ફૂલ ચઢાવી આ મંત્રથી પ્રાર્થના કરવી.
इयं तु द्वादशी देव प्रबोधाय विनिर्मिता।त्वयैव सर्वलोकानां हितार्थं शेषशायिना।।इदं व्रतं मया देव कृतं प्रीत्यै तव प्रभो।न्यूनं संपूर्णतां यातु त्वत्वप्रसादाज्जनार्दन।।
આ પ્રાર્થના કર્યા બાદ પ્રહલાદ, નારદજી, પરશુરામ, પુન્ડરીક, વ્યાસ, અંબરીષ, શુક, શૌનક અને ભીષ્મ વગેરે ભક્તોનું સ્મરણ કરી ચરણામૃત અને પ્રસાદનું વિતરણ કરવું જોઇએ.
 આ જ દિવસથી મંગલિક કાર્યોની પણ શરૂઆત થાય છે. ધર્મગ્રંથો અનુસાર, અષાઢ મહિનાની સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુએ દૈત્ય શંખાસુરને માર્યો હતો.ઘમાસાણ યુદ્ધ બાદ શંખાસુરનું મૃત્યું થયું. આ યુદ્ધથી ભગવાન વિષ્ણુ ખૂબજ થાકી ગયા હતા અને  થાક દૂર કરવા માટે ક્ષીરસાગરમાં જઈને સૂઇ ગયા. અહીં તે ચાર મહિના સુધી ઊંઘતા રહ્યા અને કારતક મહિનાની સુદ અગિયારસે જાગ્યા.આ દિવસે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.