Diwali 2023/ તમામ અશુભ દુર કરો આ કાળી ચૌદશે

આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે.

Religious Trending Dharma & Bhakti
Untitled તમામ અશુભ દુર કરો આ કાળી ચૌદશે

કાળી ચૌદશ એટલે દિવાળીની તહેવારની આગલી રાત. કાળી ચૌદશ નરક ચતુદર્શી તેમજ રૂપ ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે.   આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે.

ઉપરાંત હનુમાન દાદાના  મંદિરે જઇ હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં એ જ દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું કાળી ચૌદશ આ દિવસે તમામ અશુભો દૂર કરવામાં આવે છે. તેના માટે શ્રી હનુમાનજી મહારાજની પૂજા પ્રાર્થના કરાય છે.

કાર્તિક કૃષ્ણ ચતુર્દશી તિથિના રોજ નાની દિવાળીના નામથી ઓળખાય છે. આ તિથિને શાસ્ત્રોમાં નરક ચતુર્દશી બતાવાઈ છે. આ દિવસે સવારે સ્નાન કરીને યમ તર્પણ અને સાંજના સમયે દીપ દાનનું ખૂબ મહત્વ છે. એવુ કહેવાય છે કે આનાથી મૃત્યુ પછી યમનો ભય નથી રહેતો. પુરાણોમાં નરક ચતુર્દશીને લઈને કે ખૂબ જ રોચક કથા પણ છે.

નરકાસુર નામના એક અસુરે 16 હજાર કન્યાઓને બંદી બનાવીને રાખી હતી.ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કરીને આ કન્યાઓને બંધનમાંથી મુક્ત કરાવી હતી.

જે લોકોને શનિની પનોતી હોય તેમના માટે શનિદેવની ઉપાસના કરવા માટે કાળી ચૌદશનો દિવસ અતિ મહત્વનો છેજૈન શાસ્ત્ર અનુસાર ભગવાન મહાવીરની ઉપસના પણ ફળદાયી બતાવવામાં આવેલી છે. આથી જ તીર્થ ધામ મહુડી ખાતે આજે જૌન બંધુઓ દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છએ.આજના દિવસે  આધી-વ્યાધી-ઉપાધીના નિવારણ માટે દિવસ દરમિયાન હનુમાન ચાલીસાના યથાશક્તિ પાઠ કરવા જોઇએ. આ દિવસે દેવી મહાકાળી અને કાળ ભૈરવની પણ પૂજાનું મહત્વ છે.


whatsapp ad White Font big size 2 4 તમામ અશુભ દુર કરો આ કાળી ચૌદશે


(અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. MANTAVYA NEWS આની પુષ્ટિ કરતું નથી.) 

આ પણ વાંચો:Dhanteras 2023/ધનતેરસ પર સોનું ખરીદવા માટે 2 કલાક 56 મિનિટ સૌથી શુભ, જાણો ખરીદી ક્યારે શરૂ કરવી

 આ પણ વાંચો:Diwali 2023/દિવાળી શા માટે ઉજવવામા આવે છે ? આ કારણો છે ખાસ

 આ પણ વાંચો:Kuber Dev/ધનવાન બનવાના સપના જોતા લોકો જાણી લો ‘કુબેર’ દેવનું આ રહસ્ય!