MANTAVYA Vishesh/ 10 વર્ષમાં 10 મોટાં મંદિરોનો જીર્ણોદ્ધાર, PM મોદીના ‘મિશન મંદિર’ પાછળની રાજનીતિ શું?

અયોધ્યામાં રામ લલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે, અને છેલ્લાં 10 વર્ષમાં આ 10મું એવું મોટું મંદિર છે જેના જીર્ણોદ્ધાર, વિકાસ કે નિર્માણમાં પીએમ મોદી સામેલ છે, ત્યારે વડપ્રાધાનનું મિશન મંદિર શું છે? અને તેનો રાજકીય અર્થ શું છે? વાંચો અમારા આ વિશેષ અહેવાલમાં

Mantavya Exclusive Mantavya Vishesh
mantavya vishesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે આજે સૌ પ્રથમ આપણે જોઈએ કે મંદિરનાં નિર્માણમાં નરેન્દ્ર મોદીની શું ભુમીકા રહિ તો RSSના પ્રચારક નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી 1987માં શરૂ થઈ હતી. ભાજપે તેમને ગુજરાતમાં સંગઠન સચિવ બનાવ્યા હતા. 1989માં જ્યારે વિશ્વ હિંદુ પરિષદે રામશિલા પૂજન શરૂ કર્યું, ત્યારે મોદીએ તેમાં ભાગ લીધો હતો. તે ગામડે-ગામડે જઈને પ્રસ્તાવિત રામમંદિર માટે ઈંટો ભેગી કરતા હતા, અને ‘રામજન્મભૂમિ’ આંદોલનના કાર્યકરોની સભાઓને પણ સંબોધીત કરતા હતા.1990ના દાયકામાં રામમંદિર સંબંધિત મોદીનાં ભાષણો ખૂબ જ ચર્ચામાં રહેતાં. ‘લોક અદાલત અયોધ્યા’ નામના ભાષણમાં તેઓ કહે છે કે – રામમંદિર, રામજન્મભૂમિ સ્થળ પર જ બનશે. દુનિયાની કોઈ શક્તિ રામમંદિરના નિર્માણને રોકી શકશે નહીં.

તો 1991માં વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યા આંદોલનના સમર્થનમાં દિલ્હીની બોટ ક્લબમાં એક મોટી રેલીનું આયોજન કર્યું હતું, આ રેલીમાં દેશભરના સંતો, ધર્મગુરુઓ અને રામભક્તોની વચ્ચે નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. ફેબ્રુઆરી 1993થી જૂન 1993 વચ્ચે VHPએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું હતું. જેમાં 10 કરોડ સહીઓ એકત્ર કરવામાં આવી હતી. જેમાં પણ નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. 14 જાન્યુઆરી 1992ના રોજ મુરલી મનોહર જોશી સાથે એકતા યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ રામમંદિરનું નિર્માણ શરૂ થયા બાદ જ અયોધ્યા પરત ફરવાની વાત કરી હતી.

ત્યારબાદ 1995માં નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને પાંચ રાજ્યોના પાર્ટી પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ પછી તેઓ 1998માં મહાસચિવ (સંગઠન) બન્યા અને ઓક્ટોબર 2001 સુધી આ પદ પર રહ્યા 1998માં મોરેશિયસે ‘ઈન્ટરનેશનલ રામાયણ કોન્ફરન્સ’નું આયોજ્ન થયું હતું અને નરેન્દ્ર મોદીએ તેમાં ભાગ લઈ શ્રી રામની કથા સંભળાવી હતી.

2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિકાસના એજન્ડા સાથે ચૂંટણીમાં ઊતર્યા હતા. જોકે રામમંદિર નિર્માણનો મુદ્દો પણ ચૂંટણી ઢંઢેરામાં અકબંધ રહ્યો હતો…2017 માં યુપી વિધાનસભા ચૂંટણી પહેલાં મોદી સરકારે અયોધ્યામાં રામાયણ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ રામમંદિર કેસની સુનાવણી ઝડપી થઈ અને 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બેંચના નિર્ણય બાદ રામમંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો…ત્યારબાદ ફેબ્રુઆરી 2020માં, પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે સરકારે અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.અને 5 ઓગસ્ટ 2020નાં રોજ, પીએમ મોદીએ શુભ મુહૂર્તમાં ભૂમિપૂજન કર્યું અને રામજન્મભૂમિ મંદિરના શિલાન્યાસમાં નવ શિલા મૂકી.અને હવે 12 જાન્યુઆરી, 2024ના રોજ પીએમ મોદીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 11 દિવસીય અનુષ્ઠાનની શરૂઆત કરી હતી અને આ દરમિયાન તેઓ ઘણાં રાજ્યોનાં મંદિરે પહોંચ્યા હતા… નરેન્દ્ર મોદી 10 દિવસમાં 4 રાજ્યોનાં 6 મંદિરે પહોંચ્યા હતા. જેમાં 12 જાન્યુઆરીએ પંચવટીમાં કાલારામ મંદિર મહારાષ્ટ્ર,16 જાન્યુઆરી લેપાક્ષીમાં વીરભદ્ર મંદિર આંધ્ર પ્રદેશ, 17 જાન્યુઆરી થ્રિસુરમાં શ્રીરામાસ્વામી મંદિર કેરળ, 20 જાન્યુઆરી ત્રિચીમાં શ્રી રંગનાથ સ્વામી મંદિર અને રામેશ્વરમમાં શ્રી રામનાથસ્વામી મંદિર, 21 જાન્યુઆરીએ ધનુષકોડીમાં કોડંદરામસ્વામી મંદિર તમિલનાડુ અને અંતે 22 જાન્યુઆરી અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ મંદિર ખાતે પહોચ્યા હતા.

નરેન્દ્ર મોદીએ વડાપ્રઘાન બન્યા બાદ અનેક મંદિરોનાં રિનોવેશનનાં કામોનું લોકાર્પણ કર્યું અને મંદિરો સાથેનું તેમનું જોડાણ એક મિશન બન્યું ત્યારે આવો જોઈએ નરેન્દ્ર મોદીનાં કાર્યકાળમાં જીર્ણોદ્ધાર, વિકાસ કે નિર્માણ પામેલ મંદિરો વિશે..

1980ના દાયકામાં જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિર માટે રથયાત્રા કાઢી ત્યારે નરેન્દ્ર મોદી પણ તેમાં સામેલ હતા. અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ રામમંદિર પર સુનાવણી ઝડપી થઈ અને 9 નવેમ્બર 2019ના રોજ નિર્ણય આવ્યો. પીએમ મોદીએ 5 ઓગસ્ટ 2020ના રોજ રામમંદિરનો શિલાન્યાસ કર્યો અને હવે શ્રીરામલલ્લાની 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા થઈ..

તો આજ પ્રકારે નરેન્દ્ર મોદીએ માર્ચ 2019માં 700 કરોડ રૂપિયાનો વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ લોન્ચ કર્યોઅને ડિસેમ્બર 2021માં 339 કરોડના રિનોવેશન કામોનું લોકાર્પણ કર્યું.આ અંતર્ગત કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા ઘાટ સુધી 5 લાખ ફૂટનો ક ચોરસ ફૂટનો કોરિડોર બનાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે 1669માં મુધલ શાશક ઔરંગઝેબે આ મંદિરને તોડી પાડ્યું હતું અને 1780 માં ઈન્દોરના મરાઠા શાસક અહલ્યા બાઈ હોલકરે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

ગુજરાતનાં સીએમ રહીને નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પરિસરના બ્યુટિફિકેશનની પહેલ કરી હતી….ઓગસ્ટ 2021માં, સોમનાથ મંદિરમાં ત્રણ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આમાં પાર્વતી માતા મંદિરનો શિલાન્યાસ, સોમનાથ મંદિરનાં દર્શનપથ અને પ્રદર્શન કેન્દ્રનું ઉદ્ઘાટન સામેલ છે…તો ગુજરાતના સોમનાથ મંદિરને પણ મહમૂદ ગઝનીથી લઈને ઔરંગઝેબ સુધીના લોકોએ ઘણી વખત વખત નષ નષ્ટ કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં પણ મંદિરોનું પુનર્નિર્માણ કરાવ્યું.જમ્મુ-કાશ્મીરમાંથી કલમ કલ 370 હટાવ્યા બાદ મોદી સરકારે ઘાટીમાં મંદિર પરિસરના રિનોવેશનનો પ્રોજેક્ટ શરૂ કર્યો 31 વર્ષ બાદ ફેબ્રુઆરી 2021માં ખૂલેલા શીતલનાથ મંદિરે બધાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. કાશ્મીર ઘાટીમાં હિંદુઓ માટે 1,842 પૂજાસ્થાનો છે, જેમાંથી 212 ઓપરેશનલ છે. 1990ના દાયકામાં આતંકવાદના કારણે લાખો કાશ્મીર પંડિતો ભાગી ગયા હતા, ત્યારબાદ મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યાં હતાં

બાદમાં નરેન્દ્ર મોદીએ કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો 2013 નાં પુરમાં કેદારનાથ ધામને ખૂબ જ નુકસાન થયું હતુ. પીએમ બન્યા બાદ મોદીએ રિનોવેશનની શરૂઆત કરીપહેલા સમગ્ર મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. જે બાદ બ્યુટિફિકેશનનું કામ શરૂ થયું હતું…આ પ્રોજેક્ટ હેઠળ ઈશાનેશ્વર મંદિર, આસ્થા ચોકમાં ઓમકાર પ્રતિમા, આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિ, શિવ ઉદ્યાન અને વાસુકી તાલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

11 ઓક્ટોબર, 2022ના રોજ પીએમ મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં 856 કરોડ રૂપિયાના રિનોવેશનનાં કામોનું લોકાર્પણ કર્યું.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટના આગમન સાથે મહાકાલ લોકની કલ્પના કરવામાં આવી જેમાં 946 મીટર લાંબા કોરિડોરમાંથી ચાલીને ભક્તો મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પહોંચે..આપને જણાવી દઈએ કે 1234માં દિલ્હીના શાસક ઈલ્તુમિશને મહાકાલ મંદિર પર હુમલો કરીને તેને નષ્ટ કરી નાખ્યું હતું. મહારાજા રાણોજી સિંધિયાએ તેને 1734માં ફરીથી બનાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ ચાર ધામ પ્રોજેક્ટ પણ હાથમાં લાધો કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીને જોડવા માટે ચાર ધામ પ્રોજેક્ટ શરૂ થયો.
આ માટે, તમામ હવામાન પરિસ્થિતિઓમાં ઉપયોગ કરી શકાય તેવા રસ્તાઓનું નેટવર્ક બનાવવામાં આવશે. આ સાથે રેલવે લાઈન પણ બનાવવામાં આવશે. હાલ હૃષીકેશથી કર્ણપ્રયાગ સુધીની રેલવે લાઇન પર કામ ચાલી રહ્યું છે. આ રેલ લિંક 2025 સુધીમાં શરૂ થશે, પીએમએ ડિસેમ્બર 2016માં પ્રોજેક્ટનો. શિલાન્યાસ કર્યો હતો, જ્યારે તેની અંદાજિત કિંમત અંદાજે 12 હજાર કરોડ રૂપિયા હતી.

સાથે સાથે નરેન્દ્ર મોદીએ વિદેશોમાં પણ મંદિરોને લઈ પ્રોજેક્ટ હાથમાં લીધા છે. 2018માં પીએમ મોદીએ અબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરની આધારશિલા રાખી હતી, UAE સરકારે 2015માં PM મોદીની મુલાકાત દરમિયાન મંદિર માટે જમીન ફાળવી હતી. તો 2019માં, પીએમ મોદીએ બહેરીનના 200 વર્ષ જૂના મંદિરના જીર્ણોદ્ધાર માટે કરોડો ડોલરનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે,

ત્યારે હવે નરેનદ્ર મોદીનાં મિશન મંદિરનો રાજકીય અર્થ શું થાય તે પણ જોવું જોઈએ..CSDSના પ્રોફેસર અને ચૂંટણી વિશ્લેષકનું માનવું છે કે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને પીએમ મોદીના મંદિર મિશનથી ભાજપને ફાયદો થશે. આનાં બે કારણો છે..CSDS સરવેમાં જાણવા મળ્યું છે કે ભાજપને ઓછા ધાર્મિક હિંદુઓં કરતાં વધુ ધાર્મિક હિન્દુ મતદારો પાસેથી વધુ મત મળે છે. આ મંદિર મિશનથી હિંદુઓમાં ધાર્મિક લાગણી વધી છે, તો સંઘ અને ભાજપ દ્વારા જે રીતે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે, તે 2024ની ચૂંટણી પહેલાં પાર્ટીનો સૌથી મોટો વોટર આઉટરીચ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે.

CSDSએ હિંદુઓની વૉટિંગ પેટર્નને સમજવા માટે અલગ-અલગ સમયે સરવે પણ કર્યા હતો. જેમાં 2009ની લોકસભાની ચૂંટણીમાં, નિયમિત મંદિર જતા 28% હિંદુઓએ ભાજપને મત આપ્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં, નિયમિત મંદિરમાં જતા 45% હિંદુઓએ ભાજપને મત આપ્યો હતો,અને 2019ની ચૂંટણીમાં, નિયમિત મંદિર જનારા 51% હિંદુઓએ ભાજપને મત આપ્યો હતો.

ઘણા સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદીની છબી મંદિર નિર્માતા અને હિંદુ આસ્થાના દૂત તરીકે બનાવવામાં આવી રહી છે. ભાજપે દેશમાં સમાજના એક મોટા વર્ગની નાડ પકડી છે. ‘ધ ન્યૂ બીજેપીઃ મોદી એન્ડ ધ મેકિંગ ઓફ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ પોલિટિકલ પાર્ટી’ના લેખક નલિન મહેતાના જણાવ્યા અનુસાર…પીએમ મોદી તેને પ્રાચીન સભ્યતાના કાયાકલ્પ તરીકે રજૂ કરી રહ્યા છે. આ એક પ્રકારનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે ધાર્મિકતાથી આગળ છે. હિંદુ સાંસ્કૃતિક પ્રતીકોનું પુનરુત્થાન માત્ર હિંદુત્વના લોકોને જ નહીં પરંતુ હિંદુઓના મોટા સમૂહને ભાજપ સાથે જોડે છે.

તો CSDS સર્વેક્ષણના તમામ ડેટામાંથી ત્રણ મોટા ટ્રેન્ડ દેખાય છે…હિન્દુઓમાં ધાર્મિકતામાં વધારો થવાનું સ્પષ્ટ વલણ,વધતી જતી ધાર્મિકતા અને ભાજપના સમર્થનનો સંબંધ અને ધાર્મિક હિંદુઓ 2009થી સતત ભાજપ તરફ ઝુકાવ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ