OBC reservation/ ઓબીસી અનામત: 2024 માં કોનો ખેલ પડશે?

લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે રાજકીય સોગઠાબાજી તેજ થઈ ગઈ છે. કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે ભાજપના ગઢમાં ગાબડા પાડવા માટે તેના ઓબીસી નેતાઓને તેની સોડમાં લેવાનું શરૂ કરવાની સાથે-સાથે ભાજપની આ વોટબેન્ક પર આકરા પ્રહાર કરવા માંડ્યા છે.

Mantavya Exclusive
OBC BJP Congress ઓબીસી અનામત: 2024 માં કોનો ખેલ પડશે?

લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે રાજકીય સોગઠાબાજી તેજ થઈ ગઈ છે. કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે ભાજપના OBC Reservation ગઢમાં ગાબડા પાડવા માટે તેના ઓબીસી નેતાઓને તેની સોડમાં લેવાનું શરૂ કરવાની સાથે-સાથે ભાજપની આ વોટબેન્ક પર આકરા પ્રહાર કરવા માંડ્યા છે. તેના સંદર્ભમા જ ગુજરાતમાં પણ કોંગ્રેસે પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ઓબીસીને 27 ટકા અનામતની માંગ ઉપાડી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઓબીસી 48 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે અને રાજ્યની વસ્તીમાં હિસ્સો 40 ટકાથી જેટલો હોવાનું મનાય છે. હાલમાં ભાજપના વિધાનસભ્ય બનનારા હાર્દિક પટેલના આંદોલન વખતે ઓબીસી સમાજ મક્કમ રીતે સરકારની તરફેણમાં રહ્યો હતો અને તેણે ભાજપને પૂરેપૂરુ સમર્થન આપ્યું હતું, પણ તેને આ સમર્થનના બદલામાં પણ કશું મળવાના ન લીધે સમાજમાં લાંબા સમયથી OBC Reservation અસંતોષ તો હતો. આટલું ઓછું હોય તેમ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને તેમની અપેક્ષા મુજબનું પ્રતિનિધિત્વ ન મળતા તેમની નારાજગી વધી ગઈ હતી. જ્યારે સરકારનો વિરોધ કરીને પછી સરકારની જોડે જ બેસી જનારાઓને વિશેષ લાભ મળવા માંડતા આ સમાજની નારાજગી બહાર આવવા માંડી હતી.

આ સમાજની નારાજગી બહાર આવવાનો સૌથી મોટો પુરાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરવાની ફરજ પડી તે છે.  કોંગ્રેસની ઓબીસી સમાજને સાથે લેવાની વ્યૂહરચના અને પક્ષ દ્વારા પણ આ સમાજને અપેક્ષા મુજબનું અપાઈ રહ્યું ન હોવાની વાત પીએમ મોદી પણ સમજી ગયા હતા અને તેથી જ મહદ અંશે આ સમાજને સ્પર્શતી વિશ્વકર્મા યોજનાની જાહેરાત તેમણે 15 ઓગસ્ટના OBC Reservation રોજ કરી હતી. પણ તેની સાથે તે પણ જાણતા હતા કે આ જાહેરાત કેન્દ્રીય સ્તરે જ છે, તેનાથી બહુ બહુ તો રાષ્ટ્રીય સ્તરે ફેર પડશે, રાજ્ય સ્તરે પણ ફેર પાડવો હશે તો ભાજપની જ્યાંજ્યાં સરકારો છે ત્યાં પણ ઓબીસી સમાજ પર ધ્યાન આપવું પડશે.

આના પગલે ગુજરાતમાં ભાજપની રાજ્ય સરકારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી તથા આગામી લોકસભા ચૂંટણી પૂર્વે ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ કોંગ્રેસ ઓબીસી સમાજને 27 ટકા પ્રતિનિધિત્વ આપવાની માંગને લઈને રસ્તા પર ઉતર્યુ હતુ તે સંઘર્ષને હવે અવકાશ જ રહ્યો નથી. આ અનામત પાછી શહેરી વિસ્તારો પૂરતી જ મર્યાદિત ન રહેતા OBC Reservation ગ્રામ્ય સ્તર સુધી લાગુ પાડવામાં આવનાર છે. તેથી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ તેનો અમલ કરવામાં આવશે. આ સિવાય આ માટે એસસી અને એસટી અનામતમાં કોઈ ફેરફાર કરાઈ નથી, તેથી અહીં બીજો વર્ગ નારાજ થાય તેવી કોઈ સંભાવના નથી. આના પગલે ગુજરાતમાં ઓબીસીની અંદર ઉઠેલા અસંતોષનો ફુગ્ગો ફૂલે તે પહેલા જ તેને અનામત આપવાના નિર્ણયરૂપી ટાંકણીથી ફોડી નાખવામાં આવ્યો છે. આ તો ઓબીસી સમાજની વાત થઈ, આગામી ચૂંટણી પૂર્વે આવા ઘણા સમાજને લઈને રાજકીય દાવપેચ જોવા મળી શકે છે.

 

આ પણ વાંચોઃ OBC Reservation/ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત

આ પણ વાંચોઃ Toyota Innova Flex Fuel/ નીતિન ગડકરીએ લોન્ચ કરી ઇથેનોલથી ચાલતી ઇનોવા, જાણો શું છે તેમાં ખાસ

આ પણ વાંચોઃ Free Rationing/ ફ્રી રાશન યોજના જૂન 2024 સુધી લંબાઈ શકે છે, તમે તેનો લાભ કેવી રીતે લઈ શકો છો?

આ પણ વાંચોઃ LPG Cylinders/  મોદી સરકાર આપવા જઈ રહી છે મોટી ભેટ, LPG સિલિન્ડર થશે આટલો સસ્તો!

આ પણ વાંચોઃ આ કેવી રાહત?/ હાઈકોર્ટમાંથી મુક્ત કર્યા બાદ તરત જ ઈમરાન ખાન વધુ એક કેસમાં ધરપકડ