Not Set/ શીમળો, એક જાજરમાન અને વિશેષ વૃક્ષ

શીમળાનું થડ જુવો તો આંખો પહોળી થઇ જાય કે આ વૃક્ષને શીતળા માતાનો રોગ થયો હોય અને ચામડી ઉપર ચામઠા પડે

Trending Mantavya Vishesh
lalit vasoya 11 શીમળો, એક જાજરમાન અને વિશેષ વૃક્ષ

@જગત કીનખાબવાલા (સ્પેરો મેન)

શીમળાનું થડ જુવો તો આંખો પહોળી થઇ જાય કે આ વૃક્ષને શીતળા માતાનો રોગ થયો હોય અને ચામડી ઉપર ચામઠા પડે તેમ અહીં વૃક્ષના થડ ઉપર આકર્ષક અણીદાર શંકુ આકારના/ કોનિકલ ખીલા ઉપસી આવેલાં હોય! જોઈને એમ થાય કે કુદરતે આવી અજાયબ રચના કેમ કરી હશે! ખરેખર કુદરતની વિવિધતા સભર કાબેલિયતને સલામ કરવી પડે.  સામાન્ય રીતે લગભગ ૬૦ ફૂટ ઊંચા અને જુના વૃક્ષ ૧૮૦ ફૂટ એટલે કે ૬૦ માળ જેટલા છટાદાર ઊંચાઈ ધરાવતા હોય છે. જુવાન વૃક્ષમાં ખીલા હોય છે અને વર્ષો પછી વૃક્ષ પુખ્ત થાય ત્યારે તે ખીલા ખરી પડે છે. દેખાવે સુંદર પાંદડા ૬ પત્તીના ગોળાકારે વચ્ચેથી તેની પાતળી ડાળીના છેડાની અણી ઉપર સજ્જડ રીતે જોડાયેલા હોય છે. તેની દરેક પત્તી લગભગ ૮ ઇંચ લાંબી હોય છે. ૬ પત્તીના પાંદડાની ઝુમખા જેવી આખી રચના સુંદર દેખાય છે.

jagat kinkhabwala શીમળો, એક જાજરમાન અને વિશેષ વૃક્ષ

માર્ચથી એપ્રિલ મહિનામાં તેમાં ખુબજ દેખાવડા કહી શકાય તેવા લાલાશ વાળા લાલ ફૂલ બેસે છે. આ ફૂલ બેશે ત્યારે વૃક્ષનું રૂપ સંપૂર્ણ બદલાઈ જાય છે. ફૂલ બેસવા માંડે તેમ તેમ તેના પત્તા ખરવા માંડે છે અને આખા વૃક્ષ ઉપર ફક્ત ફૂલ દેખાય અને વૃક્ષનું  રંગરૂપ બદલાઈ જાય. ફૂલની પત્તી એકદમ પાતળી અને નાજુક હોય છે. તેના ફૂલ ખુબજ પૌષ્ટિક, ઔષધીય તત્વ ભરેલાં અને સાત્વિક ખોરાક હોઈ તેને ખાવા પક્ષી અચૂક આવે છે અને પતંગિયા અને મધમાખી માટે ઉત્તમ મધુરસ તેમાંથી મળી રહે છે. જેથી તે ખાવા માટે તે વિસ્તારના વિવિધ જાતના પક્ષી આકર્ષિત થાય છે. પક્ષીઓને ખોરાક માણતાં જોઈ મન પ્રફુલ્લિત થઇ જાય છે.

lalit vasoya 12 શીમળો, એક જાજરમાન અને વિશેષ વૃક્ષ

એક લોકવાયકા એવી પણ છે કે કુદરતે તેને શંકુ આકારના મોટા કાંટા એટલા માટે આપ્યા હશે કે તેના ફળ ખાવા માટે જાનવર ઉપર ન ચઢી શકે અને આ ફળ ખાવાની કુદરતી વ્યવસ્થા ફક્ત પક્ષી માટે બની રહે! તેના ફૂલમાંથી દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ શાક બનાવવામાં આવે છે તેમજ તે થાઈ કરી માં પણ હોંશે હોંશે વપરાય છે.  મે મહિનો બેસતા બેસતા તેના ફૂલ કરમાઈને બીજમાં રૂપાંતર પામે છે. રૂ/ કોટન જેવા ઝૂમખાની અંદર બીજ બને છે અને આવું રૂનું નાજુક ઝુમખું પવન સાથે હવામાં ઉડીને બીજી જગ્યાએ જઈને પડે જેમાંથી નવો છોડ ઉગીને શીમળાનો વંશવેલો આગળ વધતો જોવા મળે છે.

lalit vasoya 13 શીમળો, એક જાજરમાન અને વિશેષ વૃક્ષ

ઉષ્ણકટિબદ્ધ પ્રદેશ ભારત તેમજ ઇન્ડોનેશિયા, મ્યાનમાર, થાઈલેન્ડ, વિએટનામ, ફિલિપિન્સ, મલેશિયા, સાઉથ ચીન તેમજ તાઇવાન પ્રદેશમાં તેનો વિકાસ ખુબ સરસ થાય છે અને ખુબજ જાણીતું અને પ્રખ્યાત વૃક્ષ છે, કુદરતની દેન છે.

lalit vasoya 15 શીમળો, એક જાજરમાન અને વિશેષ વૃક્ષ

 (ફોટોગ્રાફ મિત્ર શ્રી કિરણ ચુડગર અને શ્રી સેજલ શાહ ડેનિયલ)..

 આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો