Not Set/ ચિદમ્બરમ બાદ હવે રેણુકા ચૌધરીનો વારો, છેતરપિંડીના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ

છેતરપિંડીના કેસમાં કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું છે. ચાર વર્ષ પહેલા તેલંગાણાના ખમ્મમમાં આ મામલે એફઆઈઆર નોંધાઈ હતી. રેણુકા વિરુદ્ધ આ ધરપકડનું વોરંટ ખમ્મમ જિલ્લાના પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયું હતું. આરોપ છે કે રેણુકા ચૌધરી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા, ત્યારબાદ કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી […]

Top Stories India
renuka chaudhary ચિદમ્બરમ બાદ હવે રેણુકા ચૌધરીનો વારો, છેતરપિંડીના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ

છેતરપિંડીના કેસમાં કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું છે. ચાર વર્ષ પહેલા તેલંગાણાના ખમ્મમમાં આ મામલે એફઆઈઆર નોંધાઈ હતી. રેણુકા વિરુદ્ધ આ ધરપકડનું વોરંટ ખમ્મમ જિલ્લાના પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયું હતું. આરોપ છે કે રેણુકા ચૌધરી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા, ત્યારબાદ કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આજકાલ કોંગ્રેસના ઘણા નેતાઓ કાયદાના નિશાના હેઠળ આવ્યા છે. આ અગાઉ આઈએનએક્સ કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમને સીબીઆઈ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ બુધવારે સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની આગોતરા જામીનનો વિરોધ કરતાં કહ્યું હતું કે, પૈસાની લેતીદેતી માટે ચિદમ્બરમ સામે તેમની પાસે મજબૂત પુરાવા છે. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટે પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમની આગોતરા જામીન નામંજૂર કરી દીધી હતી.

ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેલંગાણાની ખમ્મમ લોકસભા બેઠક પરથી રેણુકા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તે હારી ગઈ હતી. તેઓ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ના નામા નાગેશ્વર રાવે સામે લગભગ 1.70 લાખ મતોથી પરાજિત થયા હતા. તાજેતરમાં રાજ્યસભાના અધિવેશનમાં રેણુકાનું  ચૌધરીનું હાસ્ય ચર્ચામાં આવ્યું હતું. અધ્યક્ષ વેંકૈયા નાયડુએ તેમના તીક્ષ્ણ હાસ્ય સામે વાંધો ઉઠાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કલાવતી નામની મહિલાએ રેણુકા ચૌધરી સામે છેતરપિંડીના આરોપસર ફરિયાદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.