Not Set/ લખતરમાં રહેવાસીઓને નથી મળી રહી છે બરોબર રીતે એસ.ટી બસની સુવિધા

કોરોનાના કારણે દેશમાં વાહન વ્યવહારને અસર પહોંચીછે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સરકારી વાહન વ્યવહાર એટલે કે એસ.ટી. બસના લખતરથી નીકળતા ગ્રામ્ય વિસ્તારના લગભગ બસ રૂપટનાં પૈડા થંભી ગયા હોય તેમ જાેવા મળે છે.   સરકારે તમામ એસ.ટી. બસ રૂપ ચાલુ કરવા સૂચના આપી હોવા છતાં તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારના રૂટ શરૂ કરવામાં ન આવતા બસ […]

Gujarat
cricket 63 લખતરમાં રહેવાસીઓને નથી મળી રહી છે બરોબર રીતે એસ.ટી બસની સુવિધા

કોરોનાના કારણે દેશમાં વાહન વ્યવહારને અસર પહોંચીછે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સરકારી વાહન વ્યવહાર એટલે કે એસ.ટી. બસના લખતરથી નીકળતા ગ્રામ્ય વિસ્તારના લગભગ બસ રૂપટનાં પૈડા થંભી ગયા હોય તેમ જાેવા મળે છે.

 

સરકારે તમામ એસ.ટી. બસ રૂપ ચાલુ કરવા સૂચના આપી હોવા છતાં તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારના રૂટ શરૂ કરવામાં ન આવતા બસ સ્ટેન્ડમા મુસાફરો બસની રાહ જાેઈ જાેઈે કંટાળતા હોય તેવું જાેવા મળે છે. જેના કારણે લોકોને હાલાકીનોસામનો કરવો પડી રહ્યો છે.

 

 

 

જેમાં લખતર તાલુકાનાં લગભગ અડધાથી વધારે ગામનાં લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. કોરોનાથી ગુજરાત રાજ્યમાં માર્ગ પરિવહન નિગમને મોટી અસર થઈ હોવાનો ઘાટ સર્જાયો છે. હવે હાલમાં કોરોનાના કેસ ઓછા થયા છે. તેવા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ત્રણેક દિવસ પહેલા આઠ બસ સ્ટેશનના ઈ!લોકાર્પણના સમયે ૯૯ ટકા ગ્રામ્ય વિસ્તારોને બસથી જાેડ્યાનો દાવો કરાયો હતો.

 

પણ આ દાવો લખતર તાલુકામાં તદ્દન પોકળ સાબિત થઈ રહ્યો છે. લખતર બસ સ્ટેશનમાં પહેલાં રેગ્યુલર જે બસ આવતી હતી. તેમાં હવે દસેક રૂટની બસ ન આવતાં મુસાફરોને બસ સ્ટેશનમાં કલાકો સુધી બસની રાહ જાેઈને બેસી રહેવાનો વારો આવે છે.

 

ત્યારે આ રૂટ બંધ હોવાના કારણે તાલુકાનાં સાકર, કારેલોા, ઈંગરોડી, તલસાણા, વણા, ઢાંકી, લીલાપુર સહિતના લગભગ પચ્ચીસેકથી વધુ ગામના લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. સરકારે તમામ એસ.ટી. રૂટની બસ શરૂ કરવા સૂચના આપી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી અમેક રસ રૂટોબંધ રાખવામાં આવ્યા છે.

 

તેવા સવાલો લોકોમાં છે. લખતરના તેમજ લખતર ઉપરથી પસાર થતા ગ્રામ્ય વિસ્તારના તમામ એસ.ટી. રૂટ શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.