Not Set/ ઊનાની આ સોસાયટીના રહીશો 30 દિવસથી વિજપુરવઠાના અભાવે પરેશાન

સરકાર દ્વારા લોકોની સુખાકારી અને સર્વાગી વિકાસના આશયથી લોક ઉપયોગી અનેક યોજનાઓના ભાગરૂપે જ્યોતિગ્રામ યોજના હેઠળ અંધકારમય ધરમાં ઉજાશ પાથરવા અમલમાં મુકેલ ઉમદા યોજનાથી લોકોને

Gujarat
una delvada1 ઊનાની આ સોસાયટીના રહીશો 30 દિવસથી વિજપુરવઠાના અભાવે પરેશાન

કાર્તિક વાજા, ઊના@ મંતવ્ય ન્યૂઝ

સરકાર દ્વારા લોકોની સુખાકારી અને સર્વાગી વિકાસના આશયથી લોક ઉપયોગી અનેક યોજનાઓના ભાગરૂપે જ્યોતિગ્રામ યોજના હેઠળ અંધકારમય ધરમાં ઉજાશ પાથરવા અમલમાં મુકેલ ઉમદા યોજનાથી લોકોને વંચિત રાખવા, પીજીવીસીએલના ઉચ્ચસ્થાને બેઠેલા અધિકારીઓ કાયદાના બંધનમાં લોકોને બાંધી રાખી અંધારામાં રાખવા માંગતા હોય, તેમ આનંદનગર સોસાયટીના લોકોને 30 દિવસથી ખેતીવાડી ઝોન હેઠળ અપાતો વિજપુરવઠો વાવાઝોડાના કારણે થાંભલા, વાયર, ટીસી પડી જવાથી પાવર સપ્લાય કરી શકાય તેવી સ્થિતી ન હોવા છતાં હંગામી ધોરણે બાજુમાંથી પસાર થતી જ્યોતિ યોજનાની ચાલુ વિજલાઇનમાંથી પાવર આપવામાં આવતો ન હોવાથી, અનેક રહેણાંકીય સોસાયટી વિસ્તારોમાં રહેતા લોકો અંધારામાં વન્ય હિંસક પ્રાણીઓના ભય હેઠળ બાળબચ્ચાઓ સાથે જીંદગી જીવી રહ્યા છે. અને પાણી જેવી જીવન જરૂરીયાત વસ્તુ વિજળી અભાવે વહેચાતી લઇ જીવન ગુજારી રહ્યા છે.

118 પ્લોટ ધરાવતી સોસાયટીમાં 25 પરીવારો વન્યપ્રાણીઓના ભય હેઠળ રહે છે, વહેચાતુ પાણી લઇ જીંદગી જીવી રહ્યા છે.પીજીવીસીએલ સમક્ષ લાંબા સમયથી જ્યોતિગ્રામ હેઠળ કનેક્શનની માંગણી છતાં તંત્ર નિયમો હેઠળ લોકોને બાંધ રાખ્યા.ઊનાથી 3 કિ.મી.દૂર દેલવાડા રોડ પર આવેલ આનંદ નગર સોસાયટી નિયમો અનુસાર બિનખેતી કરાવી 118 રહેણાંકી પ્લોટ પાડવામાં આવેલ છે. જેમાં 25 જેટલા પરીવારો મળીને 100 થી વધુ લોકો કાયમી પરીવારો સાથે વસવાટ કરે છે. આ સોસાયટીની આસપાસ ગીચ ઝાડીઝાખરા વચ્ચેથી રેલ્વે લાઇન પણ પસાર થતી હોય છે. સોસાયટી નજીક શાળા કોલેજ અને નેશનલ હાઇવે પણ પસાર થતો હોય વિકસતા આ વિસ્તારમાં નવા નવા બાંધકામો આકાર લઇ રહ્યા છે.

ઉના શહેરના દેલવાડા રોડ પર આવેલ આનંદ નગર સોસાયટી વિસ્તાર તેમજ ગીરગઢડા રોડ પર બાયપાસ નજીક તપોવન આશ્રમ નજીક વાડી વિસ્તારમાં સેકડો પરીવારો વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારો વાવાઝોડાના કારણે વિજળી વેરણછેલણ બનતા ખેતીવાડી વિજપાવર લાંબા સમય સુધી શરૂ થઇ શકે તેમ ન હોય પરંતુ આજ વિસ્તારોમાં 50 થી 100 મીટરના અંદરે જ્યોતિગ્રામ યોજના હેઠળ પાવર ચાલુ કરી દેવાયેલો છે. તેમ છતાં આ ચાલુ પાવર માંથી લોકોને વિજપાવર આપવામાં પીજીવીસીએલના જળકાયદાઓની આડહેઠળ પાવર આપવા ઇન્કાર કરતો હોવાથી અનેક વિસ્તારો લાંબા સમયથી અંધકાર સ્થિતીમાં પડ્યા છે. અને લોકો વિજપાવર અભાવે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. રાજ્ય વિજપુરવઠા વિભાગ અને રાજકોટ, ભાવનગર મુખ્યઝોન કચેરી દ્વારા વાવાઝોડાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી જ્યોતિગ્રામનો વિજપુરવઠો પુર્વવત થઇ ગયેલ હોય તેમાંથી કામ ચલાવ ઉપરોક્ત વિસ્તારોમાં પાવર લોકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવા ઉના પીજીવીસીએલ કચેરીને તાત્કાલીક આદેશ કરવા માંગણી ઉઠેલ છે.

 વાડી વિસ્તારના કનેક્શન આવેલ છે

આનંદનગર સોસાયટી તેમજ ગીરગઢડા રોડ પર જેતે વખતે એજી વિસ્તારના કનેક્શન આપેલ હતા. અને દૂર દૂરના વિસ્તારો ઉના શહેરી નજીક વસતા સુચિત સોસાયટીમાં પરિવર્તન થતાં વસવાટ કરતાં લોકોએ જ્યોતિગ્રામ હેઠળ અથવા સીટી ફિડરના કનેક્શન માટે માંગણી કરી છે.

 હિંસક વન્યપ્રાણીની અવર જવર : ઇલાબેન

આનંદ સોસાયટીમાં રહેતા ઇલાબેન વિસનગરાએ જણાવેલ કે રહેણાંકીય વિસ્તાર શહેરને અડી આવેલ હોય વારંવાર હિંસક વન્યપ્રાણી સિંહ, દિપડા, જંગલીપ્રાણી ધુસી આવતા નાના બાળકો વૃધ્ધો મહીલાઓ ભય હેઠળ પરીવારોને મકાનના દરવાજા બંધ કરી રહેવું પડે છે.

જ્યોતિગ્રામ યોજનાનું કનેક્શન હોવુ જોઇએ : ડાયાભાઇ

આ વિસ્તારમાં રહેતા રીટાયર આચાર્ય ડાયાભાઇ બાંભણીયાએ જણાવેલ હતું. આ સોસાયટીમાં ખરેખર ખેતીવાડી કનેક્શનની જગ્યાએ જ્યોતિગ્રામ યોજના હેઠળ કનેક્શન હોવું જોઇએ. જે હાલ વાવાઝોડા બાદ છેલ્લા 30 દિવસથી હેરાન પરેશા થઇ રહ્યા છે.

majboor str 16 ઊનાની આ સોસાયટીના રહીશો 30 દિવસથી વિજપુરવઠાના અભાવે પરેશાન