આપઘાત/ સેટેલાઇટમાં નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ ગળેફાંસો ખાઈ કર્યું મોતને વ્હાલું

નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ બીમારીથઈ કંટાળીને આત્મહત્યા કરી છે. પતિને કિડનીની બીમારી હતી, જ્યારે પત્નીને કેન્સર હતું…

Ahmedabad Gujarat
a 333 સેટેલાઇટમાં નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ ગળેફાંસો ખાઈ કર્યું મોતને વ્હાલું

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ બીમારીથઈ કંટાળીને આત્મહત્યા કરી છે. પતિને કિડનીની બીમારી હતી, જ્યારે પત્નીને કેન્સર હતું. બંનેએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસને એક સુસાઇડ નોટ મળી છે, જેમાં લખ્યું છે કે તેઓએ આ નિર્ણય પોતાની મરજીથી લીધો છે.

આ પણ વાંચો :સોનુ સૂદ અમદાવાદના પ્રવાસે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કરી બેઠક

સેટેલાઇટ વિસ્તારમાં સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાતની આ ઘટના છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસે પત્ની સાથે આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં પત્ની અંજના વ્યાસ અને પતિએ બંગલાના એક જ રૂમમાં આત્મહત્યા કરી હતી. ઘટનાની માહિતી મળતાં સેટેલાઇટ પોલીસની ટીમ પહોંચી હતી. પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી છે.

આ પણ વાંચો :ગુજરાતે છ સિંહો આપીને બિહારમાંથી એક ગેંડો લીધો

પોલીસના જણાવ્યા મુજબ સુસાઈડ નોટમાં લખ્યું છે કે બંને લાંબા સમયથી આ રોગથી પીડાઈ રહ્યા છે અને બંનેએ સ્વસ્થ થવા માટે ઘણા યોગ અને પ્રાણાયામ કર્યા હતા, પરંતુ કોઈ પરિણામ વગર આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. પરિવારની પ્રાથમિક પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે અંજનાબેન થોડા સમયથી કેન્સરથી પીડાતા હતા, જ્યારે યોગેન્દ્ર વ્યાસે તાજેતરમાં કિડનીની સર્જરી કરાવી હતી.

બન્ને વૃદ્ધ પતિ-પત્નીએ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે,

“તેઓ બીમારીથી કંટાળી ગયેલા હતા અને ઘણી બધી દવાઓ કરી ઘણા બધા યોગ પણ કર્યા. આમ છતાંય તેમની શારીરિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. આખરે કંટાળીને તેઓ મોતને વ્હાલું કરી રહ્યાં છે. આટલું જ નહીં, સ્યુસાઈડ નોટમાં પરિવારમાં કોઈને પરેશાન ના કરવા પણ જણાવ્યું છે.”

“મનજી મુસાફર રે, ચાલો નિજ દેશભણી, અવધ આપણી ઈચ્છા થઈ છે પૂરી’ એમ એક્સપાયરી ડેટનો અનુભવ થાય છે. આ પૃથ્વીના તખ્તા ઉપર ભજવવાની તમામ ભૂમિકાઓ દિલપૂર્વક યથાશક્તિ ભજવી લીધી. હવે તખ્તા ઉપર નકામી ભીડ શાને કરવી? હજુ પણ પરિવાર, સમાજના ગળે ટિંગાઈ રહેવું, એમાં આપણી શી શોભા? આપણી શોભા કે વેળાસર જતા રહીએ અને લીલી વાડી મૂકીને જ નહી, ભોગવીને જઈએ છીએ.”

યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ નિવૃત્ત પ્રોફેસર તરીકે પોતાનું જીવન જીવી રહ્યા હતા. જ્યારે અંજનાબેન ગૃહિણી હતા.

આ પણ વાંચો :ધ્રાંગધ્રામાં મેઇન બજારમાં રૂ. 6 લાખની લૂંટ કરવા ખૂની હુમલો કરનારો આરોપી ઝડપાયો

 ચોંકાવનારી વાત તો એ છે કે મૃતક સિનિયર સિટિઝન દંપતીનો પુત્ર ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર છે અને અમદાવાદમાં ક્લિનિક પણ ચલાવી રહ્યો છે. હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધીને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. ત્યારે એ વાત પણ સમજવી જોઈએ કે આત્મહત્યા એ કોઈપણ મુશ્કેલીનો અંત નથી.

આ પણ વાંચો :મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત પાંચ લોકોના મોત