Not Set/ વિશ્વ/ શોએબનાં ખુલાસા બાદ ઇન્ઝમામ-ઉલ-હકે દાનિશને લઇને કર્યો આ ઘટસ્ફોટ

પાકિસ્તાની ચેટ શો દરમિયાન, શોએબ અખ્તરે ઈશારાઓમાં મોટો ખુલાસો કર્યો હતો, જેના કારણે હાલ પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી રહ્યો છે. અખ્તરે પાકિસ્તાની ટીમનાં કેટલાક ખેલાડીઓ પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે દાનિશ કનેરિયા વિરુદ્ધ એટલે ભેદભાવ રાખ્યો કારણ કે તે હિન્દુ હતો. અખ્તર એ સમયે ઇશારાઓમાં પાકિસ્તાન ક્રિકેટનાં કેપ્ટન વિશે કહી ગયો હતો. એટલું જ […]

Top Stories World
Inzi and danish વિશ્વ/ શોએબનાં ખુલાસા બાદ ઇન્ઝમામ-ઉલ-હકે દાનિશને લઇને કર્યો આ ઘટસ્ફોટ

પાકિસ્તાની ચેટ શો દરમિયાન, શોએબ અખ્તરે ઈશારાઓમાં મોટો ખુલાસો કર્યો હતો, જેના કારણે હાલ પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી રહ્યો છે. અખ્તરે પાકિસ્તાની ટીમનાં કેટલાક ખેલાડીઓ પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે દાનિશ કનેરિયા વિરુદ્ધ એટલે ભેદભાવ રાખ્યો કારણ કે તે હિન્દુ હતો. અખ્તર એ સમયે ઇશારાઓમાં પાકિસ્તાન ક્રિકેટનાં કેપ્ટન વિશે કહી ગયો હતો. એટલું જ નહીં, દાનિશ કનેરિયાએ બાદમાં અખ્તરનાં દાવાઓને સાચા હોવાનું પણ જણાવ્યું હતું, પરંતુ અત્યાર સુધી અખ્તર કે દાનિશમાંથી કોઇએ પણ આ પ્રકારનું વર્તન કરનારા ખેલાડીઓનાં નામ આપ્યા નથી.

દરમિયાન, કનેરિયાએ સ્પષ્ટતા પણ કરી હતી કે, કેટલાક ક્રિકેટરો તેમની સાથે ધાર્મિક કારણોસર ભેદભાવ રાખતા પરંતુ તેમને તત્કાલીન પાકિસ્તાનનાં કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકનો સંપૂર્ણ સમર્થન રહ્યો. આ મુદ્દે હવે ઈન્ઝમામ-ઉલ-હકનું પોતાનું નિવેદન આવ્યું છે. ઈન્ઝામામે આ સમયગાળા દરમિયાન સ્પષ્ટ કરી દીધું છે કે, દાનિશ કનેરિયાએ જે કેપ્ટન હેઠળ સૌથી વધુ મેચ રમી છે, તો તે ઈન્ઝમામ છે.

આ પણ વાંચો…

https://api.mantavyanews.in/spots-pakistan-player-danish-kaneria-exposed-being-a-hindu-i-was-treated-badly/

પાક પત્રકાર સાજ સાદિકે ઇન્ઝામમનાં હવાલાને ટાંકતા કહ્યું કે, “દાનિશ કનેરિયા જે કેપ્ટન હેઠળ સૌથી વધુ રમ્યો હતો તે હું હતો અને મને ક્યારેય એવું નહોતું લાગતું કે અમારી ટીમમાં કોઈ આવુ છે, જે કોઈપણ ખેલાડી કોઇ અન્ય ખેલાડીની સાથે ખરાબ વર્તન કરતો હોય જો તે બિન મુસ્લિમ છે. મેં ક્યારેય કોઈનું એકપણ ઉદાહરણ જોયું નથી.”

ઈન્ઝામમે ઉમેર્યું, “હું દાનિશ કનેરિયાની આ વાતને સ્વીકારવા તૈયાર નથી કે અમારી પાસે આટલુ કાઠુ હ્રદય છે, કે અમે આવું કામ કરીશું અને અમે કોઈને સ્વીકારીશું નહીં. મને લાગે છે કે, પાકિસ્તાનીઓનાં હૃદય મોટા છે અને અમે દરેકને પોતાના હ્રદયમાં સ્વીકારી શકીએ છીએ “

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.