Haldwani violence/ હલ્દવાની હિંસા પાછળ જૂની અદાવત કે બદલો જવાબદાર

આ વિસ્તારમાં વાલ્મિકી સમુદાયની વસ્તી છે. સ્થાનિક લોકો આ વસ્તી પર આરોપ લગાવે છે. હિંસા વાળા દિવસે ઘટનાસ્થળે હાજર એક શખ્સે માહોલ બગાડવા અંગેની વાત કરી. આ શખ્સે તેનું નામ જણાવ્યું ન હતું. તેનું કહેવું છે કે બપોરે 3 વાગ્યે પોલીસ અને અધિકારી મસ્જિદ પર કાર્યવાહી કરવા આવ્યા હતા. તેમની સાથે સફાઈ કર્મચારી પણ હતા. તે લોકો આ જ વસ્તીના રહેવાસી છે. બુલડોઝર આવ્યું તો………….

Top Stories India
YouTube Thumbnail 2024 02 11T121516.211 હલ્દવાની હિંસા પાછળ જૂની અદાવત કે બદલો જવાબદાર

@Nikunj Patel

Uttarakhand News: હલ્દવાની હિંસા દરમિયાન ઘાયલ બે પૈકી ભાઈની છાતીમાં અને ભત્રીજાને પેટમાં ગોળી વાગી હતી. તેમના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. બન્ને શ્વાસ લઈ રહ્યા હતા. આખી રાત રૂ વડે લોહી અટકાવતા રહ્યા. બહાર પોલીસ હોવાથી તેને હોસ્પિટલ ન લઈ જઈ શકાયા. સવારે એમ્બ્યુલન્સ આવી અને બન્નેને હોસ્પિટલ લઈ જવાયા. જોકે બન્નેના મોત નિપજ્યા હતા.

WhatsApp Image 2024 02 11 at 11.39.25 AM હલ્દવાની હિંસા પાછળ જૂની અદાવત કે બદલો જવાબદાર

ઉત્તરાખંડના હલ્દવાનીની ગફુર બસ્તીમાં રહેતા મોહમ્મદ આરીફ આવું કહેતા રડવા લાગ્યો. ગફુર બસ્તીમાં 8 ફેબ્રુઆરીએ એક મસ્જિદ અને મદરેસા તોડ્યા બાદ હિંસા ભડકી ઉઠી હતી. જેમાં છ જણાના મોત થયા હતા. પોલીસે 5,000 લોકો પર એફઆઈઆર દાખલ કરી છે. જે 19 નામ સાથેની છે. જ્યારે પાંચ જણાની ધરપકડ કરવામાં આવી છે. હિંસા બાદથી જ હલ્દવાનીમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. હિંસા વાળા વિસ્તારમાં કરફ્યુ લાગેલો છે. ગાંધીનગર, ગફુર બસ્તી, શહના બાજપુર અને ઈન્દિરા કોલોનીની બાજુમાં પણ કોઈને જવા દેવાતા નથી. મીડિયાને પણ પ્રવેશ અપાતો નથી. સિક્યુરિટી માટે એક હજાર પોલીસકર્મીઓ ફરજ પર હાજર છે.

ગફુર બસ્તીમાં ઠેર ઠેર મદરેસાનો કાટમાળ પડેલો છે. હિંસામાં જીવ ગુમાવનારા ત્રણ પરિવારો પૈકી મોહમ્મદ આરીફ તેના ભાઈ જાહીદ અને ભત્રીજા અનસને કોઈ ચુક્યો છે. 45 વર્ષનો જાહીદ સશિયા સિમેન્ટની દુકાન પર કામ કરતો હતો. તેનો 16 વર્ષનો દિકરો અનસ સ્કૂલમાં ભણતો હતો. હિંસા દરમિયાન બન્નેના ગોળીબારમાં મોત નીપજ્યા હતા.

મોહમ્મદ આરીફનું કહેવું છે કે, 8 ફેબ્રુઆરીના રોજ સાંજે તોફાનો થયા ત્યારે તે ઘરમાં ન હતો. તેને તેની દીકરીની ચિંતા હોવાથી તેણે જાહીદને ઘરે જવા કહ્યું. જાહીદ પગપાળા જ ઘરે જતો હતો. મોહમ્મદનું ઘર અહીંથી અડધો કિલોમીટર દૂર છે. જાહીદ જ્યાંથી રોજ દૂધ લેતો હતો તે દુકાને ઉભો હતો. તેણે તેના દીકરા અનસને ફોન કર્યો પણ તેણે ફોન ઉપાડ્યો નહીં. આથી તે તેની માતાને કહીને જાહીદને શોધવા નીકળ્યો. તે જ સમયે અનસ પોલીસની ગોળીથી વિંધાઈ ગયો. ત્યાંતી 200 મીટર દૂર જાહીદ પણ ગોળીથી વિંધાઈ ગયો. આરીફે વધુમાં કહ્યું કે જાહીદની છાતીમાં અને અનસને પેટમાં ગોળી વાગી હતી. હિંસા ખતમ થતા કોઈએ જાહીદના મોટા દીકરાને ફોન કર્યો કે તારા પિતાને ગોળી વાગી છે. તે પહોંચ્યો અને જોયું તો પોલીસ જાહીદને દંડાથી મારી રહી હતી. દીકરો તેના બાપને બચાવવા માટે તેની પર સૂઈ ગયો. પોલીસે તેને પણ ફટકાર્યો.

સાંજે સાત વાગ્યે મારા પર ફોન આવ્યો કે ભાઈને ગોળી મારી દેવાઈ છે. હું 7.30 વાગ્યે ત્યાં પહોંચ્યો, મને તો જોકે ફક્ત જાહીદ માટે ફોન આવ્યો હતો. ત્યાં જઈ જો. તો અનસને પણ ગોળી વાગી હતી. બન્ને હોસ્પિટલ લઈ જવા હતા પણ કોઈ ગાડી ન મળી. અમે જાહીદ અને અનસને આખી રાત ઘરમાં જ રાખ્યા, જખમોમાં રૂ ભરીને લોહી અટકાવતા રહ્યા, જ્યાં ગોળી વાગી હતી ત્યાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. ત્યારે બન્ને શ્વાસ લઈ રહ્યા હતા. બીજે દિવસે એમ્બ્યુલન્સમાં બન્નેને લઈ જતા હતા ત્યારે પોલીસે વાહન અટકાવ્યું. તમામના આધારકાર્ડ ચેક કર્યા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે જાહીદ અને અનસને હોસ્પિટલ પહોંચાડાયા હતા. પરંતુ ડોક્ટરે બન્નેને મૃત ઘોષિત કર્યા. બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા. બોડી મળ્યા બાદ એસડીએમ સાહેબે બન્નેને દફનાવવામાં મદદ કરી.

જાહીદના પરિવારમાં પત્ની અને અનસ સિવાય બે અન્ય દિકરા પણ છે. એક દીકરી પણ છે. થોડા સમય પહેલા તેના લગ્ન થયા હતા. મોટા દિકરાના લગ્નની વાત ચાલી રહી હતી. અનસ હજી ભણી રહ્યો હતો.

એફઆઈઆર બાબતે પૂછતા આરીફે કહ્યું કે, એફઆઈઆર દાખલ કરાવીને શું કરીશું. પોલીસ પોતે મારી રહી છે તો કોની પર ભરોસો કરીએ.

આ વિસ્તારમાં વાલ્મિકી સમુદાયની વસ્તી છે. સ્થાનિક લોકો આ વસ્તી પર આરોપ લગાવે છે. હિંસા વાળા દિવસે ઘટનાસ્થળે હાજર એક શખ્સે માહોલ બગાડવા અંગેની વાત કરી. આ શખ્સે તેનું નામ જણાવ્યું ન હતું. તેનું કહેવું છે કે બપોરે 3 વાગ્યે પોલીસ અને અધિકારી મસ્જિદ પર કાર્યવાહી કરવા આવ્યા હતા. તેમની સાથે સફાઈ કર્મચારી પણ હતા. તે લોકો આ જ વસ્તીના રહેવાસી છે. બુલડોઝર આવ્યું તો કેટલાક લોકો જોવા માટે બહાર નીકળ્યા હતા. ત્યાં સુધી કોઈ ધમાલ થઈ ન હતી. કેટલીક મહિલાઓ પોલીસ સાથે વાત કરવા આવી હતી. પણ કોઈએ એક મહિલાને ધક્કો મારી દીધો. જેમાં તેના માથામાં ઈજા પહોંચી. અહીંથી તોફાન શરૂ થયા. પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો, મહિલાઓ અને બાળકોને મારઝુડ થતી જોઈને અહીંના લોકો ઉશ્કેરાઈ ગયા હતા.

વધુમાં આ શખ્સે કહ્યું કે બસ્તીમાં પહેલા પણ ઝઘડો થતો હતો. બે મહિના પહેલા રાત્રે 12 વાગ્યે બસ્તીમાં કોઈનો જન્મદિવસ હતો. બસ્તીના કેટલાક લોકો કેક લેવા ગયા હતા. રાત થઈ ગઈ હોવાથી દુકાનદારે કેક આપવાની ના કહી. જોકે તેમણે જીદ કરીને કેક લીધી હતી. તેઓ મસ્જિદની સામે જ કેક કાપવા લાગ્યા હતા અને નારા લગાવતા હતા. એક વૃધ્ધ તેમને અહીંથી ચાલ્યા જવા કહ્યું. તે સમયે આ લોકોએ વૃધ્ધને તમાચો મારી દીધો. ત્યારબાદ ગલીના લોકો બહાર આવી ગયા અને વિવાદ શરૂ થયો.

આ હિંસામાં જાવેદ નામના શખ્સના ભાઈ ફઈમ કુરેશીનું મોત થયું હતું. ફઈમના પરિવારમાં પત્ની ઉપરાંત 7 વર્ષનો પુત્ર અને 6 વર્ષની દીકરી છે. જાવેદનું કહેવું છે કે ફઈમને તે દિવસે ગોળી વાગી હતી. તેના નાના ભાઈએ મને ફોન કર્યો હતો. તેણે ત્યાં જઈને જોયું તો ફઈમ જમીન પર પડેલો હતો. તેને લઈને હું કૃષ્ણા હોસ્પિટલ ગયો. પણ ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો.

જાવેદે કહ્યું કે તે દિવસે અહીં ભીડ એકઠી થઈ ગઈ હતી અને ગાડીઓમાં આગ લગાડી રહી હતી. ફઈમે ઉપરતી પાણી નાંખીને બે ગાડીની આગ ઓલવી નાંખી હતી. સંજય સોનકર અને તેના બે દિકરાએ ફઈમના ટાટા મેજીકમાં પેટ્રોલ નાંખીને આગ લગાડી હતી. ફઈમે તેમને રોક્યા તો સંજયે તેને ગોળી મારી દીધી. પહેલા અહીં કોઈ વિવાદ નવો ન હતો. મારા ભાઈ અનસે સંજયને ગોળી ચલાવતા જોયો હતો. હિંસાથી ત્યારે પોલીસ રબ્બરની ગોળીઓ ચલાવી રહી હતી. સંજય પાસે માઉઝર હતી ને તેનાથી તે ગોળી ચલાવી રહ્યો હતો. પોલીસની આડમાં તેમણે પોતાનું કામ કરી લીધું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…

આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…

આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…