અમદાવાદ/ રાજયમાં પેટ્રોલ-ડીઝલની જેમ CNGમાં ભાવ ઘટાડો કરવાની માંગ સાથે રિક્ષાચાલકોએ હડતાળની ચિમકી આપી

સતત સીએનજીના ભાવમાં વધારો થયા બાદ તેના ભાવમાં પણ ઘટાડો થાય તેવા પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

Ahmedabad Gujarat
Untitled 104 રાજયમાં પેટ્રોલ-ડીઝલની જેમ CNGમાં ભાવ ઘટાડો કરવાની માંગ સાથે રિક્ષાચાલકોએ હડતાળની ચિમકી આપી

રાજયમાં અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાદ દિવાળીના તહેવારો પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયા બાદ વાહન ચાલોકોને આંશિક રાહત  જોવા મળી રહી છે . ત્યારે  પેટ્રોલ અને ડીઝલની સાથે મોટા પ્રમાણમાં રાજ્યમાં સીએનજી દ્વારા ચાલતા વાહનનોનો પણ વપરાશ થાય છે આવામાં ગયા મહિનામાં સતત સીએનજીના ભાવમાં વધારો થયા બાદ તેના ભાવમાં પણ ઘટાડો થાય તેવા પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બીજી તરફ સીએનજીના ભાવમાં થયેલા વધારાના કારણે રિક્ષા ચાલકો દ્વારા તેમાં ઘટાડો કરવામાં આવે તેવી માગણી સાથે હડતાળ પર ઉતરી જવાની ચિમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો ;ન્દ્ર કરશે આર્થિક સહાય / કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારજનોને કેન્દ્ર કરશે આર્થિક સહાય, 15 નવેમ્બરથી થશે પ્રારંભ

સીએનજીના ભાવમાં 10 મહિનામાં 13 રૂપિયાનો જંગી વધારો થયો હોવાનું કહીને રિક્ષા ચાલકો દ્વારા પેટ્રોલ-ડીઝલની જેમ સીએનજીના ભાવમાં પણ ઘટાડો થાય તે અંગે સરકારે વિચારવું જોઈએ તેવી માંગ કરી છે. જો આ કમરતોડ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો હડતાળ કરવાની પણ ચિંમકી રાજ્યના રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રિક્ષા ચાલકોએ માંગ કરી છે કે જો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય સરકાર લઈ શકે છે તો આવો નિર્ણય સીએનજી મામલે શા માટે નથી લેવાતો

આ પણ વાંચો ;litical / CM આદિત્યનાથ વિરુદ્ધ ચૂંટણી લડશે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર, કહ્યુ- યોગીને જીતવા નહી દઉં

પોતાની વિવિધ માગણીઓની રજૂઆત કરીને રિક્ષાચાલક સંગઠનની 10મી નવેમ્બરે બેઠક થવાની છે આ બેઠકમાં મહત્વની ચર્ચા થશે અને તે બાદ આગામી દિવસોમાં શું કરવું તે અંગે કેટલાક નિર્ણયો લેવામાં આવશે. આ બેઠકમાં 15 અને 16 નવેમ્બરે રાજ્યભરમાં રિક્ષાના પૈડાં થંભી જવા અંગે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આ પણ વાંચો ;ણાવની સ્થિતિ / સૈન્ય મંત્રણા નિષ્ફળ જતાં LAC પર ભારત અને ચીનનું કડક વલણ,તણાવ વધ્યો