Ahmedabad/ વસ્ત્રાપુર મોકા કેફે પાસેથી ઝડપાયુ કોલસેન્ટર, વિદેશી નાગરિકોને ડરાવી પડાવતા હજારો ડોલર

વસ્ત્રાપુર મોકા કેફની સામેના ભાગે આવેલા ક્રિષ્ના કોમ્પલેક્સમાં ત્રીજા માળે ઓફિસ ધરાવી સોરીન રાઠોડ નામનો યુવક કોલસેન્ટરમાં ચલાવી અમેરિકાના નાગરિકોના ડેટા મેળવી તેઓની સાથે ઠગાઈ કરે છે.

Ahmedabad Gujarat
a 233 વસ્ત્રાપુર મોકા કેફે પાસેથી ઝડપાયુ કોલસેન્ટર, વિદેશી નાગરિકોને ડરાવી પડાવતા હજારો ડોલર

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે ગેરકાયદેસર રીતે વિદેશી નાગરિકોને ઠરતા કોલસેન્ટરમાં રેડ કરી સાત યુવકોની ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસ ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન તેઓને મોડી રાત્રે બાતમી મળી હતી કે વસ્ત્રાપુર મોકા કેફની સામેના ભાગે આવેલા ક્રિષ્ના કોમ્પલેક્સમાં ત્રીજા માળે ઓફિસ ધરાવી સોરીન રાઠોડ નામનો યુવક કોલસેન્ટરમાં ચલાવી અમેરિકાના નાગરિકોના ડેટા મેળવી તેઓની સાથે ઠગાઈ કરે છે. જેથી પોલીસે રેડ કરતા દુકાનમાં વિનીત ખુલ્લર નામનો યુવક મળી આવ્યો હતો અને પોતે આ કોલસેન્ટરમાં છેલ્લાં ચાર દિવસથી પ્યુન તરીકે નોકરી કરતો હોવાનું ખુલ્યું હતું.

a 235 વસ્ત્રાપુર મોકા કેફે પાસેથી ઝડપાયુ કોલસેન્ટર, વિદેશી નાગરિકોને ડરાવી પડાવતા હજારો ડોલર

પોલીસ ઓફિસમાં પ્રવેશ કરતાં જ 6 યુવકો અલગ-અલગ કોમ્પ્યુટર તથા લેપટોપ પર બેસીને કામ જોવા મળ્યા હતા.પોલીસે યુવકને સોરીન રાઠોડ બાબતે પૂછતાં તેણે ઓફિસમાં એક કેબિનમાં બેઠેલા યુવકની સામે ઈશારો કર્યો હતો.જેથી પોલીસે કેબીનમાં જઈને યુવકની પુછપરછ કરતા તેણે પોતાનું નામ સોરીન જયેશભાઈ રાઠોડ હોવાનું જણાવ્યુ હતુ.

a 236 વસ્ત્રાપુર મોકા કેફે પાસેથી ઝડપાયુ કોલસેન્ટર, વિદેશી નાગરિકોને ડરાવી પડાવતા હજારો ડોલર

આ પણ વાંચો : ડિસ્કવરી ચેનલના શો ‘MAN VS WILD’ના ગીરમાં શૂટિંગ માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માંગી

પોલીસે તેનું લેપટોપ જોતા લેપટોપમાં પર અલગ-અલગ ફાઈલો જોવા મળી હતી, જેમાં એક ફાઈલમાં જુદી જુદી તારીખના અલગ અલગ પ્રકારના ખર્ચની વિગતો હતી, બીજી સીટમાં અલગ-અલગ મોડથી અલગ અલગ વ્યક્તિઓ પાસે મંગાવેલા પેમેન્ટની વિગતો હતી અને ત્રીજી સીટમાં અલગ અલગ તારીખે અલગ અલગ મોડથી વ્યક્તિઓ પાસે પેમેન્ટ મંગાવ્યાની તેમજ કેશ મળ્યાની વિગતોનો હિસાબ હતો..તે વી.સી ડાયલ સોફ્ટવેર દ્વારા કોલ કરતો હોવાનું તેમજ ટેક્સ ડોક્યુમેન્ટને ડીલર નામની ફાઇલ લીંક દ્વારા કોલ બ્લાસ્ટ કરતો હતો..તેની પાસેથી એક્સેલની ફાઈલો મળી જેમાં અમેરિકન નાગરિકોના નામ, મેઈલ આઈડી સહિતનો ડેટા હતો તેમજ વાતચીત કરવાની સ્ક્રિપ્ટ પોલીસને મળી આવી હતી.

a 237 વસ્ત્રાપુર મોકા કેફે પાસેથી ઝડપાયુ કોલસેન્ટર, વિદેશી નાગરિકોને ડરાવી પડાવતા હજારો ડોલર

આ પણ વાંચો : રિક્ષાની રાહ જોતી યુવતીનો હાથ પકડી યુવકે કરી છેડતી, ફતેવાડી કાદરી પાર્ટી પ્લોટ પાસેની ઘટના

પોલીસે સૌરીન રાઠોડને બાબતે પૂછપરછ કરતાં પોતે અમેરિકાના નાગરિકોના ડેટા મેળવી પોતાના કોલ સેન્ટરમાંથી વી.સી ડાયલ નામના સોફ્ટવેરના ઉપયોગથી અમેરિકાના નાગરિકોને “તમારા સોશ્યલ સિક્યુરિટી નંબર ફ્રોડ થયેલ છે જે શંકાસ્પદ જણાય છે” જેથી તાત્કાલિક આપેલા નંબર ઉપર સંપર્ક કરવા બાબતોના ઇન્ટરનેટ કનેક્શનના રાઉટરના ઉપયોગથી કોલ બ્લાસ્ટ કરી જે અમેરિકન નાગરિક આ કોલ રીસીવ કરે તેને પોતાના કોલ સેન્ટર દ્વારા પોતાના દ્વારા આપવામાં આવેલ સ્ક્રિપ્ટ મુજબ વાતચીત કરી અમેરિકન નાગરિકોને તમારી ગાડીમાંથી ડ્રગ્સ મળેલ હોવાનું તથા તમારા નામે ઘણી બધી બેંકોમાં ઈલીગલ એકાઉન્ટ ધરાવો છો, જેથી તમારી મિલકત જપ્ત થશે અને તમને મોટું આર્થિક નુકસાન થશે અને તમારા વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી થશે તેવું જણાવીને ડરાવી ધમકાવી સેટલમેન્ટ માટે અમેરિકન નાગરિક પાસેથી પોતાના દ્વારા આપવામાં આવેલા બીટકોઈન આઈડી પ્રીપેડ વાઉચર તથા કુરિયરથી પોતાના માણસો મારફતે 2000 થી 50,000 અમેરિકન ડૉલર સુધીની રકમ મેળવી અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.

a 238 વસ્ત્રાપુર મોકા કેફે પાસેથી ઝડપાયુ કોલસેન્ટર, વિદેશી નાગરિકોને ડરાવી પડાવતા હજારો ડોલર

આ પણ વાંચો : વસ્ત્રાલમાંથી વિદેશી નાગરિકોને ઠગતુ કોલ સેન્ટર ઝડપાયુ, યુવક લોન અપાવાના નામે કરતો છેતરપીંડી

વસ્ત્રાપુર પોલીસે રેડ કરી મોબાઇલ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે છેતરપિંડી તેમજ આઇટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે કેટલા રૂપિયાની ઠગાઇ કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.