ભાવ વધારો/ દેશમાં આજેપણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,જાણો કેટલો

પેટ્રોલ ડિઝલના ભાવ  સતત વધી રહ્યા છે,ગઇકાલે દિલ્હી એનસીઆરમાં સીએનજી અને પીએનજીમાં વધારો જોવા મળ્યો હતો,આજેપણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

Top Stories
petrol દેશમાં આજેપણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,જાણો કેટલો

દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ  સતત વધી રહ્યા છે .ગઇકાલે દિલ્હી એનસીઆરમાં સીએનજી અને પીએનજીમાં વધારો જોવા મળ્યો હતો,આજે ફરીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. તેમના ભાવ છેલ્લા પાંચ દિવસથી વધી રહ્યા છે. શનિવારે પણ ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. તેથી ત્યાં પેટ્રોલ 20 પૈસા મોંઘુ થયું. આ પછી, દિલ્હીમાં, જ્યાં પેટ્રોલની કિંમત 102.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.48 રૂપિયા સુધી પહોંચી ગઈ.

આંતરાષ્ટ્રીય બજારમાં ભાવ વધતાં
અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ હવે 80 ડોલરની આસપાસ પહોંચી ગયા છે. શુક્રવારે અમેરિકાના બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.97 ડોલર વધીને 79.28 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા, જ્યારે ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ 0.85 ડોલર વધીને 75.88 રૂપિયા પ્રતિ બેરલ થયું. આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ભાવ ભારતમાં પેટ્રોલ અને ડીઝલને અસર કરી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ 90 પૈસા મોંઘુ થયું છે. અને ડીઝલ છેલ્લા નવ દિવસમાં 1.80 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે.