Gandhinagar News : વસ્તીગણતરી-2027 અંતર્ગત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) અભિયાનમાં જોડાઈને શિક્ષણ રાજ્ય મંત્રી Rivaba Jadejaએ આજે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી દેશના વિકાસના આયોજનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.
રિવાબા જાડેજા વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) અભિયાનમાં જોડાયા


આ અવસરે તેમણે રાજ્યના નાગરિકોને આગામી તા. 31 મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અને ઘરે બેઠા જ પોતાની વિગતો ઓનલાઈન ભરીને સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.
