Gujarat Election/ વિવાદ સર્જાતા રિવાબા એ રવીન્દ્ર જાડેજાની ભારતીય ટીમની જર્સીનું ટ્વિટ હટાવ્યું

ગુજરાતની ઉત્તર જામનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ગુજરાત ચૂંટણીમાં ચર્ચામાં છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
રિવાબા

ગુજરાતની ઉત્તર જામનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ગુજરાત ચૂંટણીમાં ચર્ચામાં છે. રિવાબાએ ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં ભારતીય ટીમની જર્સીમાં રવિન્દ્ર જાડેજાના ફોટાનો ઉપયોગ કર્યો હતો. જે બાબતે આમ આદમી પાર્ટીએ  જોરદાર નિંદા કરી અને ત્યાર બાદ વિવાદે  પકડ્યું હતું વિરોધ પક્ષો વિવિધ રીતે રીવાબા અને રવિન્દ્ર જાડેજાને ઘેરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રવક્તા વારિસ પઠાણે બીસીસીઆઈને પૂછ્યું કે શું ભારતીય ટીમની જર્સીમાં કોઈપણ રાજકીય પક્ષને પ્રમોટ કરવું એ કરારના નિયમોની વિરુદ્ધ નથી?

વારિસ પઠાણે ટ્વીટ કરીને સવાલ કર્યો કે શું ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરવી અને રાજકીય પક્ષના પ્રચારમાં સામેલ થવું એ ખેલાડીના કરારનો ભંગ નથી અને શું બીસીસીઆઈના મતે તે હિતોનો ટકરાવ નથી?વિવાદ વધ્યા બાદ રવિન્દ્ર જાડેજા દ્વારા પોસ્ટરના સ્ક્રીનશૉટને રિટ્વીટ કરીને તેના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. રિવાબાના એકાઉન્ટમાંથી પણ તે ટ્વીટ ડિલીટ કરવામાં આવી છે.

ભાજપે ઉત્તર જામનગરથી રીવાબાને ટિકિટ આપી છે, પરંતુ રીવાબાને ન તો અગાઉ કોઈ રાજકીય અનુભવ છે કે ન તો તેમણે અગાઉ કોઈ ચૂંટણી લડી નથી છે. ધારાસભ્ય પદ માટે રીવાબાની આ પ્રથમ ચૂંટણી હશે. ભાજપે વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને બાયપાસ કરીને રીવાબાને ટિકિટ આપી છે. ભાજપનું આ પગલું દરેક માટે આશ્ચર્યજનક છે. પરંતુ આ ચૂંટણી જીતવી રિવાબા માટે પડકારરૂપ બની રહી છે કારણ કે રવિન્દ્ર જાડેજાના બહેન નયાબા ઉત્તર જામનગર બેઠક પરથી જ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે.

Gujarat Election/ભાજપના દિગ્ગજ અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં સામેલ, રાષ્ટ્રીય