Ukraine Russia War/ રશિયન નેવીએ એઝોવ સમુદ્ર પર કરી નાકાબંધી,યુદ્ધથી ખાદ્ય સામગ્રીના સંકટની આશંકા

રશિયાએ યુક્રેનની રાજધાની કિવને ઘેરી લેવાની યોજના બનાવી છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી લાચાર દેખાઈ રહ્યા છે

Top Stories World
2 23 રશિયન નેવીએ એઝોવ સમુદ્ર પર કરી નાકાબંધી,યુદ્ધથી ખાદ્ય સામગ્રીના સંકટની આશંકા
  • રશિયન નેવીનું સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન
  • એઝોવ સમુદ્રની રશિયન નેવી દ્વારા નાકાબંધી
  • યુક્રેનના વેપારને કરી દીધો ઠપ્પ
  • યુદ્ધથી ખાદ્ય સામગ્રીના વૈશ્વિક સંકટની શક્યતા
  • અનાજના ભાવમાં વૈશ્વિક સ્તરે વધારાની શક્યતા

રશિયાના હુમલા બાદ યુક્રેનમાં તબાહી મચી ગઈ છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિવને ઘેરી લેવાની યોજના બનાવી છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી લાચાર દેખાઈ રહ્યા છે અને અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને પણ હાથ ઊંચા કરી દીધા છે. તેના પર ઝેલેન્સકીએ કહ્યું છે કે તે રશિયા સાથેની લડાઈમાં એકલા પડી ગયા છે ,આ યુદ્વને રશિયાએ પોતાના કબજામાં લઇ લીધુ છે. રશિયન નેવીએ સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન હાથ ધર્યું છે. એઝોવ સમુદ્રની સરહદ પર નાકાબંધી કરી દીધી છે. જેના લીધે યુદ્વથી ખાધ સામ્રીનો વૈશ્વિક સંકટ ઉભો થાય તેવી શકયાતા રહેલી છે. આની અસર અનાજના ભાવમાં વૈશ્વિક સ્તેરે વધવાની શક્યતા છે.