Russia-Ukraine war/ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર લગાવ્યો મોટો આરોપ,યુક્રેનની સેનાએ 3 હજાર ભારતીયો સહિત અનેક વિદેશીઓને બંધક બનાવ્યા હતા!

પુતિને કહ્યું છે કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. યુક્રેનની સેના વિદેશીઓને બંધક બનાવી રહી છે અને તેમને ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે

Top Stories India
5 4 રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર લગાવ્યો મોટો આરોપ,યુક્રેનની સેનાએ 3 હજાર ભારતીયો સહિત અનેક વિદેશીઓને બંધક બનાવ્યા હતા!
  • યુક્રેન પર પુતિનનો સૌથી મોટો આરોપ
  • યુક્રેને 3 હજાર ભારતીયોને બંધક બનાવ્યા હતા
  • રશિયન સેનાએ બંધકોને મુક્ત કરાવ્યા
  • યુક્રેન સેનાએ ભારતીયો પર ગોળી ચલાવી
  • વિદેશી નાગરિકોને ઢાલ બનાવે છે યુક્રેન
  • અમારી સેનાએ યુક્રેનનો કિલ્લો તોડી નાંખ્યો
  • અમે રહેણાંક વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કરી નથી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. યુક્રેનની સેના વિદેશીઓને બંધક બનાવી રહી છે અને તેમને ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. પુતિને દાવો કર્યો હતો કે 3,000 ભારતીયોને યુક્રેન સેનાએ બંધક બનાવ્યા હતા,રશિયન સેનાએ તેોમને મુક્ત કરાવ્યા,. તેમણે કહ્યું કે ચીનના લોકોને પણ યુક્રેન દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. સુરક્ષા પરિષદની બેઠક બાદ પુતિને આ વાત કહી હતી,આ ઉપરાંત તેમમે વધુમાં કહ્યું હતું કે યુક્રેન સેનાએ ભારતીયો પર ગોળીબાર પણ કર્યો હતો.

પુતિને યુક્રેન પર વિદેશી નાગરિકોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અમારી સેના નાગરિકોને ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે ચીનના નાગરિકોને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જેમને રશિયન સેનાએ મુક્ત કરાવ્યા છે. પુતિને એમ પણ કહ્યું કે રશિયા યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં કોઈ સૈન્ય કાર્યવાહી નથી કરી રહ્યું.

પુતિને દાવો કર્યો હતો કે યુક્રેનની સેના વિદેશીઓને યુક્રેન છોડવા દેતી નથી. તેમણે કહ્યું કે રશિયન સેનાએ યુક્રેનમાંથી વિદેશી નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે.