GT vs CSK/ ફોર્મમાં પરત ફર્યા રૂતુરાજ ગાયકવાડ, ચેન્નાઈએ ગુજરાતને આપ્યો 170 રનનો લક્ષ્યાંક

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની 29મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 4 વિકેટે 169 રન બનાવ્યા હતા.

Top Stories Sports
4 33 ફોર્મમાં પરત ફર્યા રૂતુરાજ ગાયકવાડ, ચેન્નાઈએ ગુજરાતને આપ્યો 170 રનનો લક્ષ્યાંક

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની 29મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 4 વિકેટે 169 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી રૂતુરાજ ગાયકવાડે 48 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે અંબાતી રાયડુએ 31 બોલમાં 46 રન બનાવ્યા હતા. રાયડુના બેટમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ચેન્નાઈની શરૂઆત ફરી એકવાર સારી રહી ન હતી. આ વખતે રોબિન ઉથપ્પાનું બેટ શાંત રહ્યું હતું. તે માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ શમીએ પેવેલિયન મોકલ્યો હતો. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો મોઈન અલી પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તેને અલઝારી જોસેફે એક રન બનાવીને આઉટ કર્યો હતો.

32 રનમાં બે વિકેટ પડી ગયા બાદ રુતુરાજ ગાયકવાડ અને અંબાતી રાયડુએ ચેન્નાઈના દાવને સંભાળ્યો હતો. ગાયકવાડે 48 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે અંબાતી રાયડુએ 31 બોલમાં 46 રન બનાવ્યા હતા. રાયડુના બેટમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી નોંધાવી હતી.

અંતે રવિન્દ્ર જાડેજા 12 બોલમાં 22 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જયારે શિવમ દુબેએ 17 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા. તે છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો. આ સાથે જ ગુજરાત તરફથી અલ્ઝારી જોસેફે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. આ સિવાય યશ દયાલ અને મોહમ્મદ શમીને એક-એક સફળતા મળી છે.