Not Set/ સબરીમાલા/ કાલે સાંજે ખુલશે દર્શન માટે મંદિરનાં કપાટ, જાણો કેવી છે તૈયારી

સુપ્રીમ કોર્ટ દ્વારા સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવો કે કેમ તે કેસમાં, સંપૂર્ણ મામલો ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી 5 જસ્ટીસની બેચે 7 જસ્ટીસની લાર્જર બેચને સોપી દીધો છે. હવે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ મામલે આગામી દિવસોમાં 7 જસ્ટીસની લાર્જર બેચ આ મામલે ચુકાદો આપશે. ત્યારે તમામ હકીકતો વચ્ચે ફરી એક વાર ભગવાન અય્યપા […]

Top Stories
830116 sabarimala kerala સબરીમાલા/ કાલે સાંજે ખુલશે દર્શન માટે મંદિરનાં કપાટ, જાણો કેવી છે તૈયારી

સુપ્રીમ કોર્ટ દ્વારા સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવો કે કેમ તે કેસમાં, સંપૂર્ણ મામલો ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી 5 જસ્ટીસની બેચે 7 જસ્ટીસની લાર્જર બેચને સોપી દીધો છે. હવે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ મામલે આગામી દિવસોમાં 7 જસ્ટીસની લાર્જર બેચ આ મામલે ચુકાદો આપશે. ત્યારે તમામ હકીકતો વચ્ચે ફરી એક વાર ભગવાન અય્યપા પોતાનાં ભક્તોને કાલથી દર્શન આપશે.

જી હા, આવતીકાલે સાંજે કેરળનું વિશ્વ પ્રસિધ્ધ અને છેલ્લા લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલુું જોવા મળી રહેલું સબરીમાલા ટેમ્પ્લ દર્શન માટે ખોલવામાં આવશે. સબરીમાલા ટેમ્પ્લ દર્શન ખોલતા પહેલા પટનામથીટ્ટામાં ભારે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. વિવાદોના ચાલતા આ સુરક્ષા વ્યવસ્થા પ્રસાશન દ્વારા ગોઠવવામાં આવી છે. તો સબરીમાલા ટેમ્પ્લ દર્શનનાં કપાટ ખોલતા પહેલા, દર્શન માટે આવતા ભક્તો માટે પણ સરકાર દ્વારા વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. ભક્તો 17 નવેમ્બરથી મંદિરના દર્શન કરી શકશે.

પટનામથીટ્ટા સ્થિત સબરીમાલામાં હાલ ચાલી રહેલ મહિલા પ્રવેશનાં વિવાદ વચ્ચે કાલે ખુલ્લી રહેલ મંદિર દર્શન માટે રાજ્ય સરકાર દ્વારા પુરૂ પટનામથીટ્ટા સુરક્ષા કિલ્લામાં ફેરવી નાખવામાં આવ્યું છે. ભક્તોનો ભારે ધસારો અને વિવાદનાં વંટોળને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર સુરક્ષા વ્યાવસ્થા પર ચાંપતી નજર રાખશે.

પટનામથીટ્ટાનાં જિલ્લા કલેક્ટર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, “અમે 800 થી વધુ તબીબી કર્મચારીઓને તૈનાત કર્યા છે અને 16 તબીબી કટોકટી કેન્દ્રો પર પ્રસ્થાપિત કર્યા છે.” પટનામથીટ્ટાનાં જિલ્લા કલેક્ટર પી.બી. નૂહ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, તમામ પાયાની વ્યવસ્થાઓ સ્થાને છે. આશરે 2,400 શૌચાલયો અને 250 થી વધુ પાણીની કિઓસ્ક તૈયાર છે. સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરવા અમારી પાસે 1000 થી વધુ સ્વચ્છતા કાર્યકરો તૈનાત છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.