Not Set/ મોડેલ સ્કુલમાં વાલીઓએ કરી તાળાબંધી, શિક્ષકોની ભરતી ન કરાતા વાલીઓ નારાજ

સાબરકાંઠા સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આગીયામાં આવલ સરકારી મોડેલ સ્કુલમાં ખૂટતા શિક્ષકોની ભરતી નહી કરવામાં આવતા વાલીઓએ આજે સ્કુલને તાળાબંધી કરી વિરોધ દશાઁવી ખૂટતા શિક્ષકોની ભરતી કરવા ચીમકી ઉચ્ચારી હતી. રાજય સરકાર દ્વારા શિક્ષણનુ સ્તર ઉંચુ લાવવા માટે વિધાથીઁઓ તેમજ શાળાની બિલ્ડીંગો બનાવવા પાછળ લાખોનો ખચોઁ કરે છે. સાથે ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા કાયઁક્રમો દ્વારા શિક્ષણના […]

Top Stories Gujarat Others Trending
dsa 9 મોડેલ સ્કુલમાં વાલીઓએ કરી તાળાબંધી, શિક્ષકોની ભરતી ન કરાતા વાલીઓ નારાજ

સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આગીયામાં આવલ સરકારી મોડેલ સ્કુલમાં ખૂટતા શિક્ષકોની ભરતી નહી કરવામાં આવતા વાલીઓએ આજે સ્કુલને તાળાબંધી કરી વિરોધ દશાઁવી ખૂટતા શિક્ષકોની ભરતી કરવા ચીમકી ઉચ્ચારી હતી.

રાજય સરકાર દ્વારા શિક્ષણનુ સ્તર ઉંચુ લાવવા માટે વિધાથીઁઓ તેમજ શાળાની બિલ્ડીંગો બનાવવા પાછળ લાખોનો ખચોઁ કરે છે. સાથે ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા કાયઁક્રમો દ્વારા શિક્ષણના સ્તરને ઉજાગર કરે છે. પણ ખેડબ્રહ્મા તાલુકાના આગીયામાં બિરસામુંડા ભવન ગાંધીનગર સંચાલીત મોડેલ સ્કુલ આવેલી છે.

તેમાં વર્ષ 2018નુ નવુ સત્ર ચાલુ થયે બે મહિના થવા આવ્યા હોવા છતાં હિન્દી, ગણિત અને સંસ્કૃતના વિષય શિક્ષકોની ભરતી ના થતાં વાલીઓએ તા.3-7-2018 ના રોજ લેખીતમાં અરજી કરીને ભરતી કરવા જણાવ્યું હતું.

પરંતુ સરકારી તંત્રએ ધ્યાનેના લેતાં આજે વાલીઓએ સ્કુલની તાળાબંધી કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા તેમજ વિષય શિક્ષકોની તાકીદે નહી થાય તો ભવિષ્યમાં ગાંધી ચિંધ્યા માગેઁ આદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યુ હતુ.

fdsa મોડેલ સ્કુલમાં વાલીઓએ કરી તાળાબંધી, શિક્ષકોની ભરતી ન કરાતા વાલીઓ નારાજ

આગીયાની સરાકારી મોડેલ સ્કુલમાં ધો.11-12 સાયન્સ સાથે ધો.6 થી 12 ના વગોઁ ચાલે છે જેમાં 330 વિધાથીઁઓ અભ્યાસ કરી રહયા છે.જેમાં ફેબ્રુઆરી 2017 થી આ સ્કુલ ઈનચાર્જ આચાર્યથી ચાલે છે તો આ સ્કુલનુ ભવિષ્ય કેવી રીતે ઉજવળ થાય છે તે જોવુ રહયુ.