Botad-Teenager dies/ બોટાદમાં દુઃખદ ઘટનાઃ કિશોર તળાવમાં ડૂબ્યો

બોટાદમાં દુઃખદ ઘટના જાણમાં આવી છે. એક કિશોર તળાવમાં ડૂબતા મોત થયાની ઘટના સામે આવી છે. આ કિશોર ગઈકાલથી ગુમ હતો. તેના પછી તેના સગડ શોધવા ટીમ લાગી હતી. શરૂઆતમાં તેનો કોઈ અત્તોપત્તો મળ્યો ન હતો. પોલીસ પણ તપાસમાં લાગી હતી.

Top Stories Gujarat
Botad Teenager dies બોટાદમાં દુઃખદ ઘટનાઃ કિશોર તળાવમાં ડૂબ્યો

બોટાદમાં દુઃખદ ઘટના જાણમાં આવી છે. એક કિશોર તળાવમાં Botad Teenager Dies ડૂબતા મોત થયાની ઘટના સામે આવી છે. આ કિશોર ગઈકાલથી ગુમ હતો. તેના પછી તેના સગડ શોધવા ટીમ લાગી હતી. શરૂઆતમાં તેનો કોઈ અત્તોપત્તો મળ્યો ન હતો. પોલીસ પણ તપાસમાં લાગી હતી.

પાળિયાદના તળાવ પાસે ચપ્પલ મળી આવ્યા

બોટાદમાં ફરી એકવાર એક કિશોરનું તળાવમાં Botad Teenager Dies ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે. પાળીયાદ ગામે ગઈકાલે ભૂપત તળશીભાઈ મેર નામનો 14 વર્ષીય કિશોર ગુમ થયો હતો. આ પછી તેના પરિજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પણ તે મળ્યો નહોતો. આ પછી પાળીયાદના માંસાહાર તળાવ પાસે તેના ચંપલ મળી આવતા તે તળાવમાં ડૂબી ગયાની શંકા વ્યક્ત કરાઈ હતી. આ અંગે ગઈકાલે સાંજે ફાયર વિભાગને જાણ કરાતા ટીમે તળાવમાં તપાસ શરૂ કરી હતી.

મહત્ત્વનું છે કે, આજે વહેલી સવારે ફાયર વિભાગની Botad Teenager Dies ટીમે કિશોરની શોખખોળ કરતાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.

ગત મે મહિનામાં 5 બાળકોના તળાવમાં ડૂબી જતા મોત થયા હતાં

આ પહેલાં ગત મે મહિનામાં બોટાદની એક ગોઝારી ઘટના Botad Teenager Dies સામે આવી હતી, જેમાં શહેરના કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જવાથી 5 સગીરોના મોત થયા હતા. આ ઘટનામાં 2 બાળકો ન્હાવા માટે તળાવમાં પડ્યા હતા. આ સમયે બંને બાળકો ડૂબવા લાગવા તેઓને બચાવવા તળાવમાં કૂદેલા અન્ય 3 સગીરો પણ ડૂબી ગયા હતા.

 

આ પણ વાંચોઃ Iskon Bridge Accident/ ઇસ્કોન બ્રિજ અકસ્માત પછી શહેરમાં ચાલતા કાફે-રેસ્ટોરા પર પોલીસની તવાઈ

આ પણ વાંચોઃ Heavy Rain/ વિસાવદરમાં સાત ઇંચ વરસાદ અને કપરાડામાં નવ ઇંચ ખાબક્યો

આ પણ વાંચોઃ Virat Kohli/ અદભુત સંયોગ સચીન, ગાવસ્કર અને કોહલી ત્રણેયની 29મી સદી વેસ્ટઇન્ડીઝ સામે

આ પણ વાંચોઃ પાકિસ્તાન/ પાકિસ્તાનમાં ત્રણ હિંદુ બહેનોનું એકસાથે કરવામાં આવ્યું અપહરણ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કર્યા

આ પણ વાંચોઃ IND Vs WI Test Match/ ભારતનો પ્રથમ દાવ 438 રનમાં સમેટાયો, કોહલીએ 500મી મેચમાં 121 રન બનાવ્યા