Rajkot Fire Tragedy/ રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠિયા કરોડોમાં આળોટે છે

સાગઠિયા લખલૂટ સંપત્તિએ બધાને ચોંકાવ્યા છે. સાગઠિયાની ફાર્મ હાઉસ અને પેટ્રોલ પમ્પોમાં ભાગીદારી છે. હવે ફકત 75 હજાર રૂપિયાના પગારદારે આટલી મોટી સંપત્તિ કઈ રીતે જમા તે મોટો સવાલ છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 05 31T123106.644 રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠિયા કરોડોમાં આળોટે છે

Rajkot News:  સાગઠિયા લખલૂટ સંપત્તિએ બધાને ચોંકાવ્યા છે. સાગઠિયાની ફાર્મ હાઉસ અને પેટ્રોલ પમ્પોમાં ભાગીદારી છે. હવે ફકત 75 હજાર રૂપિયાના પગારદારે આટલી મોટી સંપત્તિ કઈ રીતે જમા તે મોટો સવાલ છે. તેમની પાસે કરોડો રૂપિયાની જમીન છે અને તે તેમણે કઈ રીતે મેળવી તે મોટો સવાલ છે. આ ઉપરાંત તે ખેતીની જમીનમાં વૈભવી ફાર્મહાઉસ બનાવી રહ્યા છે. આ ફાર્મહાઉસ બનાવવા પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમા સંગેમરમરની મૂર્તિઓ, સ્વિમિંગપુલ, બાલક્રીડાંગણ, ફુવારા ઓટોમેટિક દરવાજા બધું જ છે.

રાજકોટના અગ્નિકાંડના (Rajkot Fire Tragedy) આરોપી એમ ડી સાગઠિયા (Sagathia) આલિશાન બંગલો બનાવી રહ્યા છે. સાગઠિયા યુનિવર્સિટીના રોડ પર આલિશાન બંગલો બનાવી રહ્યા છે. તેમણે પોતાની રીતે જ પ્લાન પાસ કરી બંગલાનું નિર્માણ કર્યુ છે. હાલમાં તે માર્જિન મૂક્યા વગર આલીશાન બંગલો બનાવી રહ્યા છે.

રાજકોટ અગ્નિકાંડમાં સૌથી પહેલા સકંજામાં આવ્યા હોય તો તે સાગઠિયા છે. રાજકોટમાં છ-છ મ્યુનિસિપલ કમિશ્નર બદલાયા હોવા છતાં સાગઠિયાએ તેમના હોદ્દો જાળવી રાખ્યો છે. રાજકોટ મનપામાં 2014થી 2024 દરમિયાન અનેક મ્યુનિ. કમિશ્નર બદલાઈ ગયા હોવા છતાં સાગઠિયાનું શાસન જળવાયું છે.

2014માં અજય ભાદુ પછી દાયકા દરમિયાન વિજય નેહરા, બંછાનિધિ પાની, ઉદિત અગ્રવાલ, અમિત અરોરા અને છેલ્લે આનંદ અરોરા કમિશ્નર હતા ત્યાં સુધી કામગીરી બજાવી હતી. 1995માં મદદનીશ ઇજનેર તરીકે સેવા આપવામાં જોડાયેલા સાગઠિયાએ દાયકોઈથી બે-બે દાયકાથી ટી. પી. શાખામાં પોતાની બેઠક રીતસર જમાવી દીધી હતી.

તેઓ બાંધકામ વિભાગમાં મદદનીશ ઇજનેર તરીકે હાજર થયા પછી સેપ્ટ ખાતે પ્લાનિંગનું શિક્ષણ મનપાના ખર્ચે લેવા ગયા હતા. તેના પછી પરત આવ્યા બાદ તે ટી.પી. શાખામાં એ.ટી.પી તરીકે કાર્યરત થયા હતા. 2014માં રૂપાણી નિવૃત્ત થયા પછી તેમનો ચાર્જ સાગઠિયા પાસે આવ્યો હતો. 2019થી 2023 સુધી ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે કામ કરતા હતા. 2023માં અમિત અરોરા કમિશ્રન હતા ત્યારે તેમને કાયમી કરવા માટે ફાઇલ મૂકાઈ હતી. તે સમયે ઇન્ટરવ્યુ પણ નીકળ્યા હતા. પણ ઇન્ટરવ્યુ થાય તે પહેલા અમિત અરોરાની બદલી થતાં જુલાઈ 2023માં આનંદ પટેલે તેમને કાયમી ટાઉન પ્લાનિંગ ઓફિસર બનાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું