નિર્ણય/ પાલનપુર અને મહેસાણા ખાતે શરૂ થશે સૈનિક સ્કૂલ,શિક્ષણ વિભાગે આપી મંજૂરી

પાલનપુર અને મહેસાણામાં સૈનિક સ્કૂલ મંજૂરી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે

Top Stories Gujarat
18 1 પાલનપુર અને મહેસાણા ખાતે શરૂ થશે સૈનિક સ્કૂલ,શિક્ષણ વિભાગે આપી મંજૂરી

આજે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામા આવ્યા છે. જે અનુસંધાનમાં પ્રવકતા મંત્રી જીતુ વાઘાણી એ માહિતી આપી હતી  કે જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ ખાતે સિંધુ દર્શન માટે 15 હજારની સહાયનો રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટેની શ્રવણ તીર્થ યોજના ફરી શરૂ કરાશે, ત્યાં જ પાલનપુર અને મહેસાણામાં સૈનિક સ્કૂલ મંજૂરી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના સહયોગથી પાલનપુર અને મહેસાણા ખાતે નવી સૈનિક સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી રાજ્યના યુવાનો આર્મીમાં જોડાઇ દેશ સેવાની ફરજ અદા કરી શકે. જ્યારે રાજ્યભરમાં આગામી તા.23 થી 25 જૂન-2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે.રાજ્યનુ પ્રત્યેક બાળક શિક્ષણ મેળવે અને વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપવા જાગૃત થાય તે આશયથી રાજ્યમાં પ્રતિ વર્ષ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેના પરિણામે રાજ્યમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે

રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આગામી તા.23 થી 25 જૂન-2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ તેમજ મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, આઇપીએસ અને આઇએએસ સહિતના ઉચ્ચ અધિકારીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા મથકોએ કાર્યક્રમ યોજાશે.