Not Set/ સુરેન્દ્રનગરના સાયલામાં ક્વોરીની આડમાં ચાલતું બાયોડીઝલનું વેચાણ ઝડપાયું, સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા ગેરકાયદેસર રીતે પેટ્રો કેમિકલ્સ તથા વાહનોમાં વપરાતા ઇંધણ બાયોડીઝલનું ગેરકાયદે

Gujarat Others
Untitled 258 સુરેન્દ્રનગરના સાયલામાં ક્વોરીની આડમાં ચાલતું બાયોડીઝલનું વેચાણ ઝડપાયું, સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સાયલામાં પથ્થરની આડમાં ચાલતો પ્રતિબંધિત બાયોડીઝલ પંપનો વેપલોનો પર્દાફાશ કરાયો છે. લીંબડી ડીવાયએસપી સ્કવોડના આ દરોડામાં બાયોડીઝલ લીટર 10,000 કિંમત રૂ. 6,70,000, ફ્યુઅલ પંપ, નાની-મોટી ઇલેક્ટ્રિક મોટરો, બાયોડીઝલ હેરાફેરી કરવાના સાધનો અને મોટરસાયકલ મળી કુલ રૂ. 7,58,700નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા ગેરકાયદેસર રીતે પેટ્રો કેમિકલ્સ તથા વાહનોમાં વપરાતા ઇંધણ બાયોડીઝલનું ગેરકાયદેસર સંગ્રહ કરી પંપ બનાવી વેચાણ બંધ કરી કડક કાર્યવાહી અંગેની આપેલી સુચનાઓ અનુસાર લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવા સહિતની ડીવાયએસપી સ્કવોડ પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાખાવડ ગામની સીમમાં આવેલા સુજન-પુજન ક્વોરી (પથ્થરની ખાણ)ની ઓફિસ પાછળ સીમેન્ટના બેલાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત બાયોડીઝલનો સંગ્રહ કરી, કોઇપણ જાતની પાસ પરમીટ વગર કે આધાર પુરાવાઓ વગર કે સરકારની કોઇપણ એનઓસી વગર આ બાયોડીઝલને વાહનોમાં ઇંધણ તરીકે ભરી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરે છે. અને પ્રતિબંધિત બાયોડીઝલનો પંપ ચલાવતો હોવાની બાતમીના આધારે ડીવાયએસપી સી.પી.મુંધવા સહિતના ડીવાયએસપી સ્કવોડના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

પોલીસે આ દરોડામાં કાળા અને સફેદ રંગના પ્લાસ્ટિકના મોટા ટાંકાઓમાં 10,000 લિટર બાયોડીઝલ કિંમત રૂ. 6,70,000, ફલુઅલ પંપ કિંમત રૂ. 50,000, ઇલેક્ટ્રિક મોટરો નાની-મોટી મોટરો કિંમત રૂ. 7,000 અને એક મોટરસાયકલ કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ. 7,58,700નો મુદામાલ ઝબ્બે કરી આરોપી સાયલા તાલુકાના લાખાવાડ ગામના કનુભાઇ ભુપતભાઇ ખવડને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. લીંબડી ડીવાયએસપી સ્કવોડના આ દરોડામાં ડીવાયએસપી સી.પી.મુંધવા, રૂપાભાઇ જોગરાણા, મનીષભાઇ પટેલ, નવઘણભાઇ ટોટા અને હસમુખભાઇ ડાભી સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.