Not Set/ સિંઘમની સાથે નજરે આવશે ચુલબુલ પાંડે, સલમાને રોહિત શેટ્ટીને આપ્યું વચન

જ્યારે રોહિત શેટ્ટીએ સલમાન ખાનને કહ્યું કે, સિંઘમ અને ચુલબુલ પાંડે ક્યારે સાથે આવશે ત્યારે સલમાન ખાને કહ્યું કે તે જલ્દી આવશે અને સલમાન ખાને આ બાબતે વચન આપ્યું હતું.

Entertainment
સિંઘમની સાથે નજરે આવશે ચુલબુલ પાંડે

સલમાન ખાન જયારે કમિટમેન્ટ કરી દે તે પછી તે કોઈનું પણ સાંભળતા નથી. એવું જ કઈક શનિવારે સાંજે બિગબોસ-15માં જોવા માટે મળ્યું છે. સલમાન ખાનના શોમાં “સૂર્યવંશી” ફિલ્મને પ્રમોટ કરવા માટે કેટરિના કૈફ અને રોહિત શેટ્ટી આવેલા હતા. તેમની ફિલ્મ 5 નવેમ્બરના રોજ રીલીઝ થવા માટે જઈ રહી છે. શો દરમિયાન એક ઘટના એવી પણ બની હતી કે સલમાને રોહિત શેટ્ટીને બે વચન આપ્યા હતા.

બિગ બોસ 15 માં, વીકેન્ડ કા વારમાં એક સેશન એવું આવ્યું હતું કે, જેમાં સલમાન ખાને રોહિત શેટ્ટીને બે વચનો આપ્યા હતા. જ્યારે રોહિત શેટ્ટીએ સલમાન ખાનને કહ્યું કે, સિંઘમ અને ચુલબુલ પાંડે ક્યારે સાથે આવશે ત્યારે સલમાન ખાને કહ્યું કે તે જલ્દી આવશે અને સલમાન ખાને આ બાબતે વચન આપ્યું હતું. આ રીતે રોહિત શેટ્ટીનો હરખ સમાતો ન હતો.

એટલું જ નહીં સલમાને રોહિત શેટ્ટીને વધુ એક વચન આપ્યું હતું. રોહિત શેટ્ટીએ સલમાન ખાનને કહ્યું હતું કે, તે બિગબોસમાં ઘણીવાર આવી ચૂક્યા છે પરંતુ તેઓ તેમના શો “ખતરો કે ખિલાડી”માં ક્યારેય આવ્યા નથી. આ મુદ્દે સલમાને કહ્યું હતું કે, તમે શૂટિંગ જ એવી જગ્યાએ કરો છો.  તમે ક્યાંક એવી જગ્યાએ શૂટિંગ કરતા હશો ત્યાં હું જરૂરથી આવીશ. અજય દેવગણ અને સલમાન ખાનના ચાહકોમાં આ વાતને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા માટે મળી રહ્યો છે.