Breaking News/ સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી સ્વેચ્છાએ આપ્યું રાજીનામું

સામ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 05 08T191210.683 સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી સ્વેચ્છાએ આપ્યું રાજીનામું

લોકસભાની ચૂંટણી વચ્ચે વિવાદાસ્પદ નિવેદનોથી ઘેરાયેલા કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. સાથે જ કોંગ્રેસે પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. પાર્ટીના નેતા જયરામ રમેશે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “સેમ પિત્રોડાએ સ્વેચ્છાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.”

વાસ્તવમાં, ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભારતના અલગ-અલગ ભાગોમાં રહેતા લોકોની વિવાદાસ્પદ સરખામણી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં પિત્રોડા પૂર્વ ભારતના લોકોની તુલના ચીન અને દક્ષિણ ભારતના લોકોની આફ્રિકન લોકો સાથે કરતા જોવા મળે છે. આ મામલે કોંગ્રેસ નિશાના પર છે. જો કે, પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે.

હવે સામ પિત્રોડાના આ નિવેદન પર કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી દીધા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સામ પિત્રોડા દ્વારા પોડકાસ્ટમાં ભારતની વિવિધતા દર્શાવવા માટે કરવામાં આવેલી સરખામણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:Live:’બંધારણની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, કોંગ્રેસ બંધારણને નષ્ટ થવા દેશે નહી’ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….