Arrested/ સેમસંગના વાઇસ ચેરમેન જે યોંગની ધરપકડ, પૂર્વ રાષ્ટ્રપતિને 200 કરોડની લાંચ આપવાના આરોપ

સોમવારે સેમસંગના વાઇસ ચેરમેન લી જે-યોંગ ને ભ્રષ્ટાચાર કેસમાં સજા સંભળાવવામાં આવી છે. તેમના પર ધંધાકીય હેતુનો લાભ લેવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગ્વેન-હેના સહયોગીને લાંચ આપવાનો

Top Stories World
1

સોમવારે સેમસંગના વાઇસ ચેરમેન લી જે-યોંગને ભ્રષ્ટાચાર કેસમાં સજા સંભળાવવામાં આવી છે. તેમના પર ધંધાકીય હેતુનો લાભ લેવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગ્વેન-હેના સહયોગીને લાંચ આપવાનો આરોપ હતો. આ કેસમાં સેમસંગના પૂર્વ અધ્યક્ષ પાર્ક જીયુનનો પણ સમાવેશ થાય છે. પિતાના મોત પછી યોંગ એ 2014માં કંપનીની કમાન સંભાળી હતી. સિયોલ હાઈકોર્ટે જ્યારે આ ચૂકાદો સંભળાવ્યો ત્યારે કોર્ટમાં તેઓ ઉપસ્થિત હતા. તેમની કોર્ટના ચુકાદા બાદ તુરંત જ ધરપકડ કરવામાં આવી છે.

Gandhinagar / આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વય થી જ આગળ વધી શકાય

Samsung's J.Y. Lee Faces New Charges - The New York Times

તેઓ ઘણા સમયથી જેલની બહાર હતા કારણ કે તેમની સજા પર રોક લગાવી દેવામાં આવી હતી. 52 વર્ષીય લી પર સૌથી પહેલા ફેબ્રુઆરી 2017 માં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. અંદાજિત ૨૦૦ કરોડ રૂપિયાની લાંચ આપવાનો તેમણે પ્રયાસ કર્યો હોય તેમને 2017 માં જ પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ઉપરી અદાલતમાં અપીલ બાદ તેઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.યોંગ પર આરોપ હતો કે તેમણે પોતાની કંપનીને ફાયદો પહોંચાડવા માટે ઘણા મોટા મોટા લોકોને લાંચ આપી હતી. જેમાં સાઉથ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગ્વેન-હેનું નામ પણ સામે આવ્યુ હતું. મહાભિયોગ પ્રક્રિયા ચલાવી અને તેઓને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

inaugurates / મેટ્રો રેલ પ્રોજેક્ટના શુભારંભમાં અમિત શાહે કહ્યું, – …

Vice Chairman Lee Jae-yong of Samsung Group accompanies President Moon to Pyongyang - The Korea Post

કોટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે લી એ સક્રિય રૂપથી લાલચ આપી હતી અને રાષ્ટ્રપતિને પોતાનો કારોબાર ચલાવવા માટે મદદ કરવા માટે પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. કોર્ટે આગળ જણાવ્યું હતું કે એ બાબત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશની ટોચની કંપની અને ગ્લોબલ ઇન્વેસ્ટર સેમસંગ જ્યારે પણ રાજનૈતિક શક્તિમાં પરિવર્તન થતું હોય છે ત્યારે અપરાધોમાં સંડોવાયેલી હોય છે.

airport / એરપોર્ટસ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા આટલાં એરપોર્ટને સલ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…