Photos/ બિકીની સાથે સારા અલી ખાને પહેરી ડંગ્રી, એક ફેન્સે લખ્યું, બસ કર હવે કેટલી…

કેપ્શનમાં લખ્યું છે, “આજે મોગલીવાળો મૂડ છે.” ફોટામાં જોઈ શકાય છે કે સારા અલી ખાને વ્હાઈટ અને બ્રાઉન બિકીની સાથે આર્મી ગ્રીન કલરની ડંગ્રી પહેરી…

Photo Gallery
Sara Ali Khan wore a dungaree with a bikini, fans said after seeing the photos

એક્ટ્રેસ સારા અલી ખાને ફેન્સને ટ્રીટ આપતા પોતાના કેટલાક ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. આ ફોટામાં સારા અલી ખાન સફેદ અને બ્રાઉન સ્ટ્રીપવાળી બિકીનીમાં જોવા મળી રહી છે.

સારા અલી ખાને પોતાની તસવીરોથી ફરી એકવાર ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને પોતાના મૂડ વિશે જણાવ્યું છે.

सारा अली खान

કેપ્શનમાં લખ્યું છે, “આજે મોગલીવાળો મૂડ છે.” ફોટામાં જોઈ શકાય છે કે સારા અલી ખાને વ્હાઈટ અને બ્રાઉન બિકીની સાથે આર્મી ગ્રીન કલરની ડંગ્રી પહેરી છે.

સારાએ ન્યૂડ મેકઅપ કર્યો છે, વાળ ખુલ્લા રાખ્યા છે અને આંગળીઓમાં વીંટી પહેરી છે. સારા અલી ખાન ગ્રીન ટેબલ પર પોઝ આપતી જોવા મળી રહી છે.

सारा अली खान

ફેન્સ પણ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેન્સે લખ્યું કે, “સારા તું મારી ક્રશ છે.” અન્ય એક ફેન્સે લખ્યું, “બસ કર હવે કેટલી સુંદર દેઈશ.” થોડા દિવસો પહેલા પણ સારા અલી ખાને સ્વિમિંગ પૂલમાં તેના કેટલાક ફોટા શેર કર્યા હતા.

सारा अली खान

આ ફોટામાં સારા અલી ખાને મલ્ટી કલર બિકીની પહેરી હતી. સારા અલી ખાનના આ લુકની ફેન્સમાં ખૂબ જ ચર્ચા થઈ હતી. સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘અતરંગી’એ ધમાલ મચાવી છે.

सारा अली खान

OTT પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી આ ફિલ્મ બધાને ગમી. સારા અલી ખાને રિંકુના પાત્રને જીવંત કર્યું. સારાના અભિનયના ખૂબ વખાણ થયા હતા. સારા અલી ખાનની આગામી ફિલ્મ વિકી કૌશલ સાથે છે.

આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. નિર્દેશક લક્ષ્મણ ઉતેકરની આ ફિલ્મમાં સારા અલી ખાન સૌમ્યાનું પાત્ર ભજવતી જોવા મળશે. સારા અને વિકીની જોડી પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે.