Sardar Sarovar Dam/ સરદાર સરોવર ડેમે 130 મીટરની સપાટી વટાવી

ગુજરાતની જીવાદોરી મનાતા નર્મદા ડેમે 130 મીટરની સપાટી વટાવી છે. સરદાર સરોવર ડેમમાં 54,572 ક્યુસેક પાણીની આવક થઈ છે. આ ઉપરાંત વીજમથકમાં દરરોજ ત્રણથી ચાર કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યુ છે.

Top Stories Gujarat
Sardarsarovardam 1 સરદાર સરોવર ડેમે 130 મીટરની સપાટી વટાવી

ગુજરાતની જીવાદોરી મનાતા નર્મદા ડેમે 130 મીટરની સપાટી વટાવી છે. સરદાર સરોવર ડેમમાં 54,572 ક્યુસેક પાણીની આવક થઈ છે. આ ઉપરાંત વીજમથકમાં દરરોજ ત્રણથી ચાર કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યુ છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં પણ પાણીની સપાટી નોંધપાત્ર પ્રમાણમાં વધી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130.09 મીટર થઈ છે. તેમજ મહત્તમ સપાટી – 138.68 મીટર છે. તથા પાણીની સરેરાશ આવક – 54,572 ક્યૂસેક છે. સરદાર સરોવરમાં 3220 મિલીયન ક્યુબીક મીટર પાણી સ્ટોરેજ થઈ ગયું છે. ત્યારે વીજ મથકો સતત ચાલુ રહેતા રોજના એવરેજ 3થી 4 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે જળથી ભરાવવામાં હજુ 8.65 મીટર બાકી છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન નર્મદા ડેમમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની સપાટી 130 મીટરની સપાટી વટાવી ચૂક્યું છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138.68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. ગતવર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે નર્મદા ડેમ ઓવરફલો થયો હતો ત્યારે આ વર્ષે પણ નર્મદા ડેમ ઓવરફ્લો થઈ શકે છે.

આ પહેલા ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતો ધરોઈ ડેમ પણ ભરાવવાના આરે છે. તે લગભગ 90 ટકા ભરાઈ ચૂક્યો છે. 622ની ભયજનક સપાટીની સામે તે હાલમાં 618 પર છે. ધરોઈ ડેમમાં પાણીની સપાટી સતત વધતા સાત જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય હજી પણ ચાલતા વરસાદના રાઉન્ડના લીધે બંધમાં પાણીની નવી આવક થવાની સંભાવના છે.

આજે ધરોઈના બંધમાંથી એક ગેટ ખોલીને 4,600 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ બંધમાં પાણીની આવક વધતા ખેડૂતોને હવે સિંચાઈના પાણીની ચિંતા રહેશે નહી તથા પૂરતુ પાણી મળી રહેશે. ડેમમાં પાણીની સારી આવક થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે. વિધાનસભ્ય સરદાર ચૌધરીની રજૂઆતના પગલે બંધનો એક દરવાજો ખોલાયો હતો.

ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવતા સાત જિલ્લા કલેક્ટરને એલર્ટ સ્ટેજની જાણ કરાઈ છે. હાલમાં સાબરકાંઠામાં પણ ધરોઈ ડેમમાંથી 4618 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરના નદીકાંઠા વિસ્તારોમાં લોકોને સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ રાજકોટ/મારવાડી યુનિવર્સિટીમાં મળેલો છોડ અંગે મોટો ખુલાસો,ગાંજાના હોવાનું FSLના રિપોર્ટમાં સામે આવ્યું

આ પણ વાંચોઃ અમદાવાદ/જીટીયુના કુલપતિને લખાયો પત્ર, વિદ્યાર્થીઓ તથા સંસ્થાના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત

આ પણ વાંચોઃ પંચમહાલ/ઉજડા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ”માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા ઉઠાવ્યા”

આ પણ વાંચોઃ Lovemarriage-CM/લવમેરેજમાં માબાપની સંમતિનો કાયદો લાવવાના સંકેત આપતા સીએમ ભુપેન્દ્ર પટેલ

આ પણ વાંચોઃ Dharoi dam/ધરોઈ ડેમ સંપૂર્ણપણે ભરાવવામાં ફક્ત ચાર ફૂટ બાકી, સાત જિલ્લાઓમાં એલર્ટ