World Badminton Championship/ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાત્વિક-ચિરાગે ઇતિહાસ રચ્યો,જાણો

ઓવરઓલ (મહિલા-પુરુષ) ડબલ્સમાં ભારતનો આ બીજો મેડલ હશે. અગાઉ 2011માં ભારતે મહિલા ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Top Stories Sports
22 3 વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાત્વિક-ચિરાગે ઇતિહાસ રચ્યો,જાણો

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં ભારતીય સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજરંકીરેડ્ડીએ ઈતિહાસ રચ્યો છે. આ જોડીએ સેમિફાઇનલમાં જગ્યા બનાવીને ડબલ્સ કેટેગરીમાં ભારતને મેડલ સુનિશ્ચિત કર્યો છે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં મેન્સ ડબલ્સ કેટેગરીમાં ભારતનો આ પહેલો મેડલ હશે. ઓવરઓલ (મહિલા-પુરુષ) ડબલ્સમાં ભારતનો આ બીજો મેડલ હશે. અગાઉ 2011માં ભારતે મહિલા ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ જીત્યો હતો.

શુક્રવારે ચિરાગ અને સાત્વિકની જોડીએ પોતાની ક્વાર્ટર ફાઈનલ મેચ જીતી લીધી હતી. આ મુકાબલામાં જાપાની જોડીએ યુગા કોબાયાશી અને તાકુરો હોકીને 24-22, 15-21, 21-14થી પરાજય આપ્યો હતો. આ વખતે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022 જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહી છે.

 

 

ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીની જોડી સતત સારું પ્રદર્શન કરી રહી છે. આ જોડીએ તાજેતરમાં બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પણ આ ભારતીય જોડી પાસેથી ગોલ્ડની અપેક્ષા છે.વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતનો આ 13મો મેડલ હશે. અત્યાર સુધી ભારતીય બેડમિન્ટન સ્ટાર્સ આ ચેમ્પિયનશિપમાં 12 મેડલ જીતી ચૂક્યા છે. પહેલો મેડલ 1983માં પ્રકાશ પાદુકોણે આપ્યો હતો. ત્યારબાદ ડેનમાર્કમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં પ્રકાશ પાદુકોણે સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધી માત્ર એક ગોલ્ડ જીત્યો છે. આ ગોલ્ડ મેડલ પણ પીવી સિંધુએ 2019માં અપાવ્યો હતો. 2011થી આ ચેમ્પિયનશિપમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ દરમિયાન ભારતે સતત મેડલ જીત્યા છે.