US Saudi/ પેલેસ્ટાઈનનો રાગ આલાપવાનું બંધ કરી સાઉદી ‘નાટો’ જેવી ડીલ કરશે!

અમેરિકા સાઉદી અરબને નાટોની જેમ સુરક્ષાની ગેરંટી આપશે.

Top Stories World
Mantavyanews 2023 09 30T141904.250 પેલેસ્ટાઈનનો રાગ આલાપવાનું બંધ કરી સાઉદી 'નાટો' જેવી ડીલ કરશે!

ઈઝરાયેલને હજુ સુધી માન્યતા ન આપનાર સાઉદી અરબ પોતાની નીતિઓમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. સાઉદી અરબ અમેરિકા સાથે નાટો જેવા ડિફેન્સ ડીલ માટે પ્રતિબદ્ધ છે અને તેના બદલામાં તે પ્રથમ વખત ઈઝરાયેલ સાથે સંબંધો શરૂઆત કરવા જઈ રહ્યું છે. અમેરિકા સાઉદી અરબને નાટોની જેમ સુરક્ષાની ગેરંટી આપશે. કહેવામાં આવી રહ્યું છે કે જો ઈઝરાયેલ પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવા માટે વધારે છૂટ નહીં આપે તો પણ સાઉદી અરબ અમેરિકા સાથે આ ડિફેન્સ ડીલ કરશે. સાઉદી અરેબિયાના વલણમાં આ પરિવર્તન અમેરિકા અને તેના નજીકના સાથી ઈઝરાયેલ માટે મોટી જીત છે, પરંતુ મુસ્લિમ મિત્ર પેલેસ્ટાઈન માટે તે મોટો ઝટકો છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સે ત્રણ ક્ષેત્રીય સૂત્રોને ટાંકીને સાઉદી અરબના આ વલણની માહિતી આપી છે. જો કે, આ ડિફેન્સ કરાર નાટો જેવી સુરક્ષાની ગેરંટી આપતી ડીલ કરતા ઓછો હોઈ શકે છે, જેની માગ સાઉદી અરબે વર્ષ 2022માં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચેની બેઠક બાદ કરી હતી. તેના બદલે અમેરિકન સૂત્રોએ કહ્યું કે અમેરિકાએ એશિયન દેશો સાથે જે કર્યું છે તેના જેવું જ કંઈક હોઈ શકે છે. સાથે જો આ ડીલને અમેરિકી સંસદની મંજૂરી ન મળે તો તે બહેરીનની જેમ થઈ શકે છે જેમાં સંસદની મંજૂરીની જરૂર નથી.

સાઉદી ઈરાની હુમલા સામે ગેરંટી માગે છે?

અમેરિકાએ તેની નૌકાદળનો પાંચમો કાફલો બહેરીનમાં તૈનાત કર્યો છે. અમેરિકન સૂત્રે કહ્યું કે,સાઉદી એરબે નોન-નાટો સહયોગી દેશનો દરજ્જો આપીને અમેરિકા સરળતાથી આ ડીલ કરી શકે છે. અમેરિકા પહેલા જ ઈઝરાયેલને આ દરજ્જો આપી ચૂક્યું છે. સૂત્રોનું કહેવું છે કે સાઉદી અરબ ત્યાં સુધી કોઈ સમજૂતી નહીં કરે જ્યાં સુધી અમેરિકા ખાતરી ન આપે કે જો રિયાદ પર હુમલો થશે તો અમેરિકા તેને સુરક્ષા આપશે. આમાં 14 સપ્ટેમ્બર, 2019 ના રોજ ઓઇલ રિફાઇનરી પર મિસાઇલ હુમલા જેવા હુમલાનો પણ સમાવેશ થાય છે.

સાઉદી અરબનો આરોપ છે કે આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે, જે તેનો કટ્ટર વિરોધી છે. ઈરાને હુમલામાં કોઈપણ પ્રકારની ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો હતો. આ કરાર હેઠળ જ્યારે વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકારને અમેરિકન સુરક્ષા મળશે, તેના બદલામાં સાઉદી અરેબિયાએ ઇઝરાયેલ સાથે તેના સંબંધો સામાન્ય કરવા પડશે. જો આમ થશે તો સમગ્ર પશ્ચિમ એશિયામાં રાજકારણની દશા અને દિશા બદલાઈ જશે. આ સાઉદી અરેબિયાને ફરી એકવાર અમેરિકાની છાવણીમાં લાવશે, સાથે જ પશ્ચિમ એશિયામાં ઝડપથી પોતાની પકડ મજબૂત કરનાર ચીન માટે પણ આ મોટો ઝટકો હશે.


આ પણ વાંચો: KHALISTANI/ સ્કોટલેન્ડમાં ખાલિસ્તાનીઓ ભારતીય રાજદૂતને ગુરુદ્વારા જતા અટકાવ્યા

આ પણ વાંચો: Business/ દેશના 8 કોર સેક્ટરનો વૃદ્ધિ દર 14 મહિનાની ટોચે

આ પણ વાંચો: Ahmedabad Metro/ અમદાવાદ મેટ્રો સફળતાનું વર્ષઃ બીજા વર્ષે વધુ ફ્રીકવન્સી, વધુ સારી સગવડ, વધારે વ્યાપ