Not Set/ રાજ્યના વાતાવરણમાં પલટો, પાટણમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ

ગુજરાત રાજ્યમાં ઠેરઠેર વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે બુધવારે અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ ખાબક્યો. રાજકોટમાં બપોર બાદ વાતાવરણ પલટાયું. ભર તડકા વચ્ચે વરસાદ ખાબક્યો. જેને લઈને લોકોને ગરમીમાંથી તો રાહત મળી પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મહેસાણા, બોટાદ, રાજકોટ, […]

Top Stories
bjp 1 રાજ્યના વાતાવરણમાં પલટો, પાટણમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ

ગુજરાત

રાજ્યમાં ઠેરઠેર વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે બુધવારે અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ ખાબક્યો. રાજકોટમાં બપોર બાદ વાતાવરણ પલટાયું. ભર તડકા વચ્ચે વરસાદ ખાબક્યો. જેને લઈને લોકોને ગરમીમાંથી તો રાહત મળી પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મહેસાણા, બોટાદ, રાજકોટ, પાટણ, ભુજના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાત રાજ્યમાં હાલ ગરમની અસરની શરૂઆત જ થઈ છે ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાઓએ ક્મોસી વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ક્મોસી વરસાદના ઝાપટાં પડતાં ખેડૂતોમાં ચિંતાનું વાવાઝોડું ફરી વળ્યું છે કારણે હજુંતો કેરી શરુઆત જ થઈ છે અને વરસાદી ઝાપટાં પડવાના કારણે કેરીના પાકને નુક્શાન પહોંચી રહ્યું છે. ધારી-બગસરામાં ઘઉંના પાકને નુકશાન થયું છે અને અન્ય વિસ્તારોમાં જીરાના પાકને ઘણું નુકશાન પહોંચ્યું છે.

બીજી બાજુ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અચાનક જ હળવો વરસાદ પડવાની શરૂઆત થતા લોકો આશ્વર્યમાં મૂકાઈ ગયા હતા. રાજકોટ, દ્વારકા, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, અમરેલીમાં પણ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો જેના કારણે વાતાવરણમાં પલટાથી ગરમીમાં રાહત મળી છે. વાદળછાયુ વાતાવરણ થતા કાળાડિબાંદ વાદળા થઇ ગયા છે. જેને કારણે વરસાદની પરિસ્થિતી સર્જાતા ખેડૂતોને નુકશાનની ભીતિનો ડર સમાવી રહ્યો છે.