સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/ યુથ કોંગ્રેસે કરી આવી માગ અને પોલીસે કરી તેમની અટકાયત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપના દિવસના કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્ટેજ પર ચઢી ગયા હતા અને ચૂંટણી જાહેર કરવા માગણી કરી હતી. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ વર્ચ્યુલ રીતે ઉપસ્થિત હતા.

Rajkot Gujarat
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે વિવાદોનો અખાડો હોય એમ લાગે છે. છાસવારે કોઈને કોઈ વાત બનતી જ રહે છે. કોઈ નાનોમોટો વિવાદ પણ થતો રહે છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેનેટની ચૂંટણીજાહેર ન કરાતા યુથ કોંગ્રેસે ચાલુ કાર્યક્રમમાં વિરોધ કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપના દિવસના કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્ટેજ પર ચઢી ગયા હતા અને ચૂંટણી જાહેર કરવા માગણી કરી હતી.

મળતી વિગત અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપના દિવસના કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્ટેજ પર ચઢી ગયા હતા અને ચૂંટણી જાહેર કરવા માગણી કરી હતી. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ વર્ચ્યુલ રીતે ઉપસ્થિત હતા. બીજી તરફ ચાલુ કાર્યક્રમમાં થયેલા વિરોધને પગલે પોલીસે વિરોધ કરનારા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરીને મામલો થાળે પાડ્યો હતો. આ પહેલા સેનેટ ચૂંટણી જાહેર નહીં થતા એનએસયુઆઇ પણ મેદાનમાં ઉતર્યું હતુ.  એનએસયુઆઇનાં આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવીને ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ કરવાની માગ સાથે રજિસ્ટ્રારની ચેમ્બરમાં જ રામધૂન બોલાવવામાં આવી હતી. ઉપરાંત સૂત્રોચ્ચાર કરી રજિસ્ટ્રારનાં રાજીનામાની માંગ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ટર્મ આગામી 23 મેનાં રોજ પૂર્ણ થઈ હતી. નિયમ પ્રમાણે આ ટર્મ પૂર્ણ થયાનાં 50 દિવસ અગાઉ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું હોય છે. પરંતુ કોઈ કારણોસર આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં વિલંબ થવાને લઈ યુથ કોંગ્રેસે મોરચો માંડ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના બ્યુટીફીકેશનમાં થયેલા માટીના કૌભાંડ મામલે યુનિવર્સિટી કેમ્પસ ખાતે રાજકોટ શહેર NSUI દ્વારા કુલપતિ સમક્ષ હલાબોલ કરી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને રજિસ્ટ્રાર રાજીનામુ આપે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. આ રજુઆતમાં કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષના બ્યુટીફીકેશન માટે થયેલ માટી કૌભાંડમાં જવાબદાર સામે કડક પગલાં લેવા તેમજ વારંવાર થતા ભ્રષ્ટાચાર બંધ કરવા માંગ કરી હતી. આ સમયે NSUI ના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા હાય રે યુનિવર્સિટી હાય, રજિસ્ટ્રાર જતીન સોની રાજીનામુ આપોના ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. જો કે આ સમયે NSUI દ્વારા ઉગ્ર બોલાચાલી કરતા પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી.

123

આ પણ વાંચો : મોંઘા પેટ્રોલના મામલે ભારત વિશ્વમાં 42મા નંબરે, જાણો કયા દેશોમાં કેટલું મોંઘુ વેચાય છે