Not Set/ SC એ કેન્દ્રને કહ્યું, 1 વર્ષમાં તમામ મોબાઇલ નંબર આધાર સાથે જોડવામાં આવે

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, એક વર્ષમાં તમામ ફોન ધારક ગ્રાહકોને આધાર નંબર સાથે જોડી દેવામાં આવે. કોર્ટે પ્રી પેડ સિમ ગ્રાહકોને પણ આધાર નંબર સાથે જોડવા માટે એક વર્ષનો સમય આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશની પીઠે જાહેરહિતની અરજી પર સુનવણી કરતા કેન્દ્ર સરકારને વર્તમાન મોબાઇલ ગ્રાહકોની ઓળખાણ માટે 1 વર્ષની […]

India
sc 06 02 2017 1486368323 storyimage SC એ કેન્દ્રને કહ્યું, 1 વર્ષમાં તમામ મોબાઇલ નંબર આધાર સાથે જોડવામાં આવે

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, એક વર્ષમાં તમામ ફોન ધારક ગ્રાહકોને આધાર નંબર સાથે જોડી દેવામાં આવે. કોર્ટે પ્રી પેડ સિમ ગ્રાહકોને પણ આધાર નંબર સાથે જોડવા માટે એક વર્ષનો સમય આપ્યો છે.

મુખ્ય ન્યાયાધીશની પીઠે જાહેરહિતની અરજી પર સુનવણી કરતા કેન્દ્ર સરકારને વર્તમાન મોબાઇલ ગ્રાહકોની ઓળખાણ માટે 1 વર્ષની અંદર પ્રભાવશાળી વ્યવસ્થા ઉભી કરવા માટે કહ્યુ છે.. વધુમાં કોર્ટે કહ્યું છે કે, 100 કરોડથી વધુ મોબાઇલ યૂઝર છે અને તે તમામ ગ્રાહકોને એક વર્ષની અંદર આધાર નંબર સાથે જોડી દેવામાં આવે. એટલું જ નહી સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, પ્રીપેડ યુઝર્સ જ્યારે પણ રિચાર્જ કરાવવા માટે જાય ત્યારે તેનું ફોર્મ જમા કરવામાં આવે. કોર્ટે આ મામલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર એક વર્ષની અંદર સિમ  કાર્ડ માટે કાયદો બનાવે છે તો સિમ કાર્ડનો મીસ યૂઝ દૂર થઇ શકે છે.

કોર્ટનું કહેવું છે કે, મોબાઇલ ફોન વેરિફિકેશન બેન્કીંગના ઉપયોગ માટે જરૂરી છે. આ મામલે કોર્ટે ગઇ સુનવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર સાથે પુછપરછ કરી હતી. મોબાઇલ સિમ કાર્ડ રાખનાર લોકોના વેરિફિકેશનની રીત કઇ છે? આ અંગે કોર્ટે કેન્દ્ર સરકારે બે સપ્તાહનો સમય માગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટમાં એક સમાજસેવી સંસ્થાએ જાહેરહિતની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ટ્રાઇને નિર્દેશ આપવામાં આવે કે, મોબિલ સિમ ધારકોની ઓળખાણ, એડ્રેસ અને અન્ય જાણકારી  ઉપલબ્ધ થાય. કોઇ પણ મોબાઇલ નંબર વેરિફિકેશન વગર ના આપવામાં આવે.