Not Set/ પી. ચિદમ્બરમ, 5 સપ્ટેમ્બર સુધી રહેશે CBIની કસ્ટડીમાં, SCએ કર્યો આદેશ

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે INX મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમ, 5 સપ્ટેમ્બર સુધી CBIની કસ્ટડીમાં રહેશે. સર્વોચ્ચ અદાલતે ચિદમ્બરમનાં વકિલને સોમવારે નીચલી કોર્ટમાં દાખલ કરેલી વચગાળાની જામીન અરજી પર હાલ ભાર ન દેવા અને આઘાર ન રાખવા જણાવ્યું હતું. આપને જણાવી દઇએ કે, આ અરજીની આજે નીચલી અદાલતમાં સુનાવણી થવાની […]

Top Stories India
P chidambaram પી. ચિદમ્બરમ, 5 સપ્ટેમ્બર સુધી રહેશે CBIની કસ્ટડીમાં, SCએ કર્યો આદેશ
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે INX મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમ, 5 સપ્ટેમ્બર સુધી CBIની કસ્ટડીમાં રહેશે. સર્વોચ્ચ અદાલતે ચિદમ્બરમનાં વકિલને સોમવારે નીચલી કોર્ટમાં દાખલ કરેલી વચગાળાની જામીન અરજી પર હાલ ભાર ન દેવા અને આઘાર ન રાખવા જણાવ્યું હતું. આપને જણાવી દઇએ કે, આ અરજીની આજે નીચલી અદાલતમાં સુનાવણી થવાની છે.

ન્યાયાધીશ આર. ભાનુમતી અને ન્યાયાધીશ એ.એસ. બોપન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે ચિદમ્બરમ વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઇશ્યૂ કરવા અને તેમને CBI કસ્ટડીમાં મોકલવા અંગેનાં નીચલી અદાલતનાં આદેશોને પડકારતી અરજી પર આગામી 5 સપ્ટેમ્બરે સુનાવણી કરવામાં આવશે. ખંડપીઠે આ મામલો 5 સપ્ટેમ્બરનાં રોજ સૂચિબદ્ધ કર્યો છે અને કહ્યું હતું કે, “અમે સચેત છીએ કે, અમે સંબંધિત નીચલી અદાલતનાં અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ ન કરી રહ્યા”

આપને જણાવી દઇએ કે, INX મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી આંશિક રાહત મળી હતી, જ્યારે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, આ કેસમાં હાલનાં સમય માટે તેમને તિહાર જેલમાં મોકલવામાં આવશે નહીં. અગાઉ ચિદમ્બરમે તેને તિહાર જેલમાં મોકલવાને બદલે ઘરે અટકાયતમાં રાખવાની ઓફર કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.