Politics/ SC-ST-OBC યુવાઓ પાસે છે અસલી ડિગ્રી, સરકાર કરી રહી છે દંડ: રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સમયાંતરે મોદી સરકાર પર કોઇ પણ મુદ્દે સવાલો કરતા નિશાન સાંધતા રહે છે. તેમણે ફરી એકવાર કેન્દ્ર પર નિશાન સાધ્યું છે.

Top Stories India
ગરમી 124 SC-ST-OBC યુવાઓ પાસે છે અસલી ડિગ્રી, સરકાર કરી રહી છે દંડ: રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સમયાંતરે મોદી સરકાર પર કોઇ પણ મુદ્દે સવાલો કરતા નિશાન સાંધતા રહે છે. તેમણે ફરી એકવાર કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. જણાવી દઇએ કે, બુધવારે રાહુલ ગાંધીએ કેન્દ્ર પર દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં કથિત રીતે જગ્યાઓ ખાલી હોવાને લઇને આરોપ લગાવ્યો છે કે, ‘સરકાર યુવાઓની પાસે’ વાસ્તવિક ડિગ્રી હોવા બદલ દંડ કરી રહી છે.”

સાવધાન! / આવતીકાલથી આગામી નિર્દેશ સુધી અમદાવાદનાં બાગ-બગીચા બંધ

દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અનેકોવાર સરકાર પર તીખા પ્રહારો કરી ચુક્યા છે. રાહુલ ઉપરાંત દેશમાં ગણતરીનાં નેતાઓ જ મોદી સરકારની ટીકા કરતા જોવા મળે છે. જો કે રાહુલ ગાંધી જે રીતે દરેક મુદ્દે સરકારને સવાલ કરતા જોવા મળે છે, તેવી રીતે કોઇ નેતા સવાલો કરતા જોવા મળતા નથી. હાલમાં રાહુલ ગાંધીએ સમાચારનો ફોટો શેર કર્યો છે અને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, શિક્ષિત યુવાનોને ભારે બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોના બ્લાસ્ટ: અમદાવાદમાં 56 મકાનો કન્ટેનમેન્ટ ઝોનમાં, સૌથી વધુ કેસ ગોધરેજ ગાર્ડન સિટીમાં

એવું લાગે છે કે ભારત સરકાર, ખાસ કરીને ઓબીસી-એસસી-એસટી યુવાનોને અસલી ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ સજા આપી રહી છે.” તમે જોઈ શકો છો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા શેર કરેલા અહેવાલો અનુસાર, આઈઆઈટી અને ઘણા કેન્દ્રિય શિક્ષકોનાં ઘણા પદ યુનિવર્સિટીઓમાં ખાલી છે અને ઘણા આઈઆઈએમમાં ઓબીસી અને અનુસૂચિત જાતિ માટે અનામત પદોમાંથી 60 ટકા પદ ખાલી છે.

હત્યા કે આત્મહત્યા? / BJP સાંસદનું શંકાસ્પદ મોત, પંખે લટકતી હાલતમાં મળ્યો શવ

રાહુલ ગાંધીએ કહ્યું કે, ચૂંટણી માત્ર મતદાન નથી. ઈરાકનાં સદ્દામ હુસૈન અને લિબિંયાનાં મુઅમ્મર ગદ્દાફી પણ ચૂંટણી જીતતા હતા. તેમણે કહ્યું કે એવું નથી કે ઈરાક અને લિબિંયામાં મતદાન થયું ન હોતું, પરંતુ મતને બચાવવા માટે કોઈ સંસ્થાકીય માળખું નહોતુ. રાહુલે કહ્યું હતું કે, ચૂંટણી માત્ર પ્રક્રિયાનું નામ નથી જ્યારે લોકો મતદાન મશીન પર બટન દબાવતા જાય છે. ચૂંટણી એક નૈરેટિવ વિશે પણ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ