Vadodara news/ જાણીતી કંપનીના નામજોગ બોગસ કંપની ઊભી કરી નાણા પડાવવાનું કૌભાંડ ઝડપાયું, 17 ની ધરપકડ

વડોદરામાં જાણીતી કંપનીના નામજોગ બોગસ કંપની ઊભી કરીને નાણા પડાવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડમાં 17ની ધરપકડ કરવામાં આવી છે. આ 17 જણા બોગસ કંપની ઊભી કરીને બ્લેકના નાણા વ્હાઇટ કરવાના હતા.

Gujarat
Beginners guide to 2024 05 16T114124.530 જાણીતી કંપનીના નામજોગ બોગસ કંપની ઊભી કરી નાણા પડાવવાનું કૌભાંડ ઝડપાયું, 17 ની ધરપકડ

વડોદરાઃ વડોદરામાં જાણીતી કંપનીના નામજોગ બોગસ કંપની ઊભી કરીને નાણા પડાવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડમાં 17ની ધરપકડ કરવામાં આવી છે. આ 17 જણા બોગસ કંપની ઊભી કરીને બ્લેકના નાણા વ્હાઇટ કરવાના હતા.

આ માટે તેઓએ એન્જેલ બ્રોકિંગ કસ્ટમર કેર નામની બોગસ કંપની ઊભી કરી હતી. તેથી કોઈપણ એવું જ માનવા પ્રેરાય કે આ કંપની એન્જેલની જ કંપની છે. આ ગેંગે વડોદરામાં લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ભૂતપૂર્વ જનરલ મેનેજર પાસેથી 94 લાખની માતબર રકમ પડાવી હતી. પોલીસે પકડેલા તમામ આરોપીઓને રજૂ કરીને બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે.

પોલીસ આ કેસમાં હજી પણ મોટા માથાઓની તપાસમાં છે. આ કૌભાંડ મૂળ આંધ્રના વતની રામકૃષ્ણ બેડુંદરી નામની વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ કર્યા પછી પ્રકાશમાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ આરોપીઓએ વોટ્સએપ નંબરથી મેસેજ કરી શેરબજારમાં ટ્રેડિંગ કરવા જણાવ્યું હતું. તેના પછી આરોપીઓએ એન્જેલ સિક્યોરિટી કસ્ટમર સર્વિસિસમાંથી ધંધો થતો હોવાની ખોટી ઓળખ આપી હતી.

તેના આધારે એન્જેલ કંપનીના ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેના દ્વારા ફરિયાદીને શેરબજારમાં કેવી રીતે ટ્રેડિંગ કરવું તે સમજાવાયું હતું. તેના માટે લિંક મોકલવામાં આવી હતી. તેના પછી ફરિયાદીનો વિશ્વાસ કેળવીને અલગ-અલગ એકાઉન્ટમાં ઓનલાઇન 94 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરાવી હતી. આમ ફરિયાદી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ રૂપિયા પરત ન આવતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી.

સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે 17ની ગેંગની ધરપકડ કરી હતી. તેના પગલે પોલીસના ધ્યાનમાં આવ્યુ હતું કે આ તો બ્લેકના નાણા વ્હાઇટ કરી આપવાનું કૌભાંડ ચાલે છે. હવે પોલીસના કૌભાંડના માસ્ટરમાઇન્ડની શોધમાં લાગેલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી મહિલા પર લાગ્યો કરોડો રૂ.ની છેતરપિંડીનો કેસ, પૂછતાછમાં ખુલી શકે છે અનેક…

આ પણ વાંચો: ગુજરાતના કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ

આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન

આ પણ વાંચો: અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન, વેકેશન દરમિયાન કરશે 20 ટ્રીપ, જાણો ટાઈમ ટેબલ