account fraud/ પોરબંદરની મોકર શાળાના શિક્ષકે ડીમેટ એકાઉન્ટ બંધ કરાવવા જતા 5 લાખ ગુમાવ્યા,પોલીસે તપાસ હાથ ધરી

મોકર ની શાળા માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા આધેડે ડીમેટ એકાઉન્ટ બંધ કરાવવા જતા દોઢ માસ પૂર્વે ૫ લાખ ગુમાવ્યા હતા

Top Stories Gujarat
4 1 પોરબંદરની મોકર શાળાના શિક્ષકે ડીમેટ એકાઉન્ટ બંધ કરાવવા જતા 5 લાખ ગુમાવ્યા,પોલીસે તપાસ હાથ ધરી

મોકર ની શાળા માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા આધેડે ડીમેટ એકાઉન્ટ બંધ કરાવવા જતા દોઢ માસ પૂર્વે ૫ લાખ ગુમાવ્યા હતા જે અંગે તેણે સાયબર ક્રાઈમ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .પોરબંદર ના માધવ પાર્ક માં રહેતા અને મોકર ગામે આવેલ એમ.એમ.વી. ઉચ્ચ માધ્યમીક શાળા ખાતે મદદનિશ શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજશીભાઇ રામશીભાઈ ભાદરકા એ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન માં નોંધાવેલ ફરિયાદ મુજબ તેમનું આઈડીબીઆઈ બેંકનુ ડીમેટ એકાઉન્ટ બંધ કરાવવું હોવાથી બેંક માં અરજી આપી હતી.

જેને આઠ દિવસ વીતી જવા છતાં એકાઉન્ટ બંધ ન થતા તેઓએ ગત તા ૨૭/૧૦ ના રોજ ગુગલ પર બેંકના કસ્ટમર કેર નંબર સર્ચ કરતા તેને જે નંબર મળ્યા હતા તેમાં તેઓએ કોલ કર્યો હતો જેમાં સામે રહેલા હિન્દી ભાષી શખ્શે તેને બેંક તરફ થી થોડી વાર માં કોલ આવશે તેવું જણાવ્યું હતું ત્યાર બાદ એક શખ્સે તેને ડીમેટ એકાઉન્ટ બંધ કરાવવા માટે પ્લેસ્ટોરમાંથી અવ્વલ ડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરવા ચાલુ ફોને જણાવતા તેણે તે એપ ડાઉનલોડ કરી હતી ત્યાર બાદ તે શખ્શે તેને ડીમેટ એકાઉન્ટની ડીટેઈલ પૂછતા તેઓએ આપી હતી ત્યાર બાદ તે શખ્સે ડીટેલ માં ભૂલ હોવાનું જણાવી બીજું કોઈ બેંક એકાઉન્ટ હોય તો તેની ડીટેલ આપો તેમ જણાવતા રાજશીભાઇ એ પોતાના એસબીઆઈ ના એકાઉન્ટ ની ડીટેલ આપી હતી ત્યાર બાદ તે શખ્શ નો ત્રણ-ચાર વખત કોલ આવ્યો હતો અને તેના કહેવા મુજબ અવ્વલ ડેસ્ક એપ માં આપેલી રીકવેસ્ટ એકસેપ્ટ કરી હતી.

તે શખ્સે એને વોટસએપ પર મેસેજ કરી એકાઉન્ટ ૮૫% બંધ થયું છે જે સંપૂર્ણ બંધ થાય એટલે કોલ કરશે તેવું જણાવ્યું હતું તેઓએ સાંજે મોબાઇલમાંથી એસબીઆઈની એપ ખોલીને જોતા તેઓના એકાઉન્ટ માંથી રૂ ૫ લાખ જેટલી રકમ ઉપડી ગઈ હતી આથી તેઓએ પ્રથમ સાયબર હેલ્પલાઇન માં ફોન કરી કમ્પ્લેઇન લખાવ્યા બાદ એસપી ને અરજી કરી હતી હવે બે મોબાઈલ નંબર ધારકો સામે બેંક ના કસ્ટમર કેર અધિકારી ના નામે ૫ લાખ ની છેતરપિંડી કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

રિર્પોટર- સિદ્ધાર્થ બુધ્ધદેવ