Sexual harrasment/ સુરતમાં શાળાઓ અસલામતઃ વિદ્યાજગત લંપટોના હવાલે

સુરતના લંપટ શિક્ષકે વિદ્યાર્થીને અડપલા કરતા શિક્ષક-શિષ્યા વચ્ચેના સંબંધને લજવ્યો છે. સુરતમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને બોલાવી અડપલા કર્યા હતા.

Gujarat
Mantavyanews 3 4 સુરતમાં શાળાઓ અસલામતઃ વિદ્યાજગત લંપટોના હવાલે

@અમિત રૂપાપરા

સુરતઃ સુરતમાં શાળાઓ જાણે અસલામત હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વિદ્યાજગતને જાણે લંપટ શિક્ષકોના હવાલે કરી દેવામાં આવ્યું લાગે છે. વિદ્યાર્થીનીઓ માટે હવે સ્કૂલે જવું ઘરું પડી જાય તેવા દિવસો આવી રહ્યા છે. સુરતના લંપટ શિક્ષકે વિદ્યાર્થીને અડપલા કરતા શિક્ષક-શિષ્યા વચ્ચેના સંબંધને લજવ્યો છે. સુરતમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને બોલાવી અડપલા કર્યા હતા. આ ઘટના સુરતના વરાછા રોડ અશ્વનીકુમાર રોડ પર બની હતી.

વિદ્યાર્થીની ઘરે નહીં પહોંચતા કુટુંબે શોધખોળ આદરી હતી. આ શોધખોળમાં વિદ્યાર્થીની હતપ્રભ અવસ્થામાં રોડ પરથી મળી આવી હતી. શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીનીને મળવા બોલાવી હતી. શિક્ષક વિદ્યાર્થીને છેલ્લા દોઢ મહિનાથી હેરાન કરતો હતો. તેણે તરૂણીને મળવા બોલાવી અડપલા કરયા હતા. તે દોઢ મહિનાથી વિદ્યાર્થીનીને અડપલા કરતો હતો. સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કર્યો છે. કાપોદ્રા પોલીસે શિક્ષક મહેશ ગોંડલિયાની ધરપકડ કરી છે.

આ ફક્ત બહાર જાહેર થયેલો કિસ્સો છે. આવા તો કેટલાય શિક્ષકો સ્કૂલોમાં અને ટ્યુશન ક્લાસમાં ભણવા આવતી વિદ્યાર્થીનીઓની હેરાનગતિ કરતા હશે. આગામી સમયમાં આના લીધે વિદ્યાર્થીનીઓએ શિક્ષણ બંધ કરવું પડે તેવી સ્થિતિ આવશે. સરકારે એકબાજુએ બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન હાથ ધર્યુ છે ત્યારે આવા લંપટ શિક્ષકો સરકારની મંશા બર આવવા દે તેવું લાગતું નથી. આવા લંપટ શિક્ષકો હોય ત્યાં કઈ વિદ્યાર્થીનને ભણવા જવાની ઇચ્છા થાય. આ જોતાં લાગે છે કે સરકારે બેટી બચાવો અને બેટી પઢાવો પહેલા આ લંપટ શિક્ષકોને પદાર્થપાઠ ભણાવવાનું કંઇક કરવું પડશે, નહીંતર આ લંપટ શિક્ષકોની ફોજ વિદ્યાર્થીનીઓ માટે ભણતરને બોજો બનાવી દેશે.

સમગ્ર ઘટનાક્રમની વિગત એવી છે કે સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં 15 વર્ષીય સગીરા તેની પરિવાર સાથે રહે છે. આ 15 વર્ષની સગીરા તેની બહેનપણી સાથે બહાર જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ મોડી રાત સુધી ઘરે પહોંચી ન હતી. ત્યારબાદ પરિવારના સભ્યો દ્વારા સગીરાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને રાત્રે 2:30 વાગ્યા આસપાસ સગીરા પરિવારના સભ્યોને મળી હતી અને તે ગભરાયેલી હાલતમાં હોવાનું પણ પરિવારના સભ્યોને જાણવા મળ્યું હતું.

તેથી સગીરા સાથે કંઈક અજુગતું થયું હોવાને લઈને પરિવારના સભ્યોએ દીકરીની પૂછપરછ કરી હતી અને ત્યારે આ વાતને લઈ મોટો ખુલાસો થયો હતો. સગીરાએ જણાવ્યું હતું કે, શિક્ષક તેની સાથે છેડતી કરી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી તેને અલગ અલગ જગ્યા પર મળવા બોલાવી રહ્યો છે.

સગીરાએ તેના પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે, સુરતની સુદામા ચોક પાસે આવેલી સ્કૂલમાં મહેશ ગોંડલીયા નામનો શિક્ષક નોકરી કરે છે અને તે છેલ્લા બે મહિનાથી તેને પરેશાન કરે છે અને મળવા માટે બોલાવે છે. શિક્ષક એવું કહે છે કે જો તું મને મળવા નહીં આવે તો હું મારા હાથની નસ કાપી નાખીશ અને મરી જઈશ અને શિક્ષક આત્મહત્યા કરશે તેવા ડરના કારણે વિદ્યાર્થીની શિક્ષકને મળવા જતી હતી. શિક્ષક વિદ્યાર્થીનીના શરીર પર અલગ અલગ જગ્યા પર અડપલા કરીને તેની છેડતી કરતો હતો. પરિવારના સભ્યોએ દીકરીની આ વાત સાંભળતા તેમના પગતળેથી જમીન ખસી ગઈ હતી. સ્વાભાવિક રીતે શિક્ષક સામે પોલીસ પોક્સો હેઠળ જ કાર્યવાહી કરશે.


આ પણ વાંચોઃ આસ્થા સાથે રમત/ ભેળસેળવાળો મહાપ્રસાદ બનાવનારને જિલ્લા કલેક્ટરે આપી ‘મહાપ્રસાદી’, કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટેડ

આ પણ વાંચોઃ Flood In Sikkim/ સિક્કિમમાં અચાનક પૂરના કારણે સેનાના 23 જવાન ગુમ, સર્ચ ઓપરેશન ચાલુ

આ પણ વાંચોઃ ODI World Cup 2023/ ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર, મેચના દિવસે મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો