Entertainment/ પુષ્પા 2ની સ્ક્રિપ્ટનું કામ પૂર્ણ, એક્શન સીન અત્યાર સુધીના સૌથી મોંઘા સીનમાંથી એક હશે

આ એક્શન સીન ભારતીય સિનેમાના અત્યાર સુધીના સૌથી મોંઘા સીનમાંથી એક હશે. આ પછી પોસ્ટ પ્રોડક્શન પર કામ કરવામાં આવશે. એટલે કે આ ફિલ્મ હવે…

Top Stories Entertainment
Pushpa The Rule

Pushpa The Rule: લોકો સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે પુષ્પાનો બીજો ભાગ ક્યારે આવશે અને તેની સ્ટોરી કેવી હશે. જણાવી દઈએ કે સુકુમારે ‘પુષ્પા 2’ની સ્ક્રિપ્ટનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. હવે તે ફિલ્મના શૂટિંગ માટે લોકેશન ફાઈનલ કરવાનું કામ કરી રહ્યા છે. જી હા, પ્રાપ્ત માહિતી અનુસાર, સુકુમાર ઑગસ્ટના ત્રીજા સપ્તાહમાં અલ્લુ અર્જુનની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે પુષ્પાઃ ધ રૂલના ક્રેઝને જોતા મોટા OTT પ્લેટફોર્મ તેના ડિજિટલ રાઈટ્સ ખરીદવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. આટલું જ નહીં, બોલિવૂડ ફિલ્મ સ્ટુડિયો પણ પુષ્પા 2 ના બોર્ડમાં સામેલ થવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે અલ્લુ અર્જુને આ ફિલ્મ માટે 90 કરોડની ફી પણ માંગી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતાએ 90 કરોડ રૂપિયા અને પ્રોફિટ શેરની માંગણી કરી છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ નિર્માતા સુકુમારે બીજા ભાગ માટે પણ પોતાની ફી વધારી દીધી છે. એક તરફ જ્યાં તેણે પહેલા ભાગ માટે 18 કરોડ રૂપિયા લીધા હતા, તો બીજી તરફ તે ભાગ 2 માટે 40 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુનની ફિલ્મ હવે ઓગસ્ટ સુધીમાં ફ્લોર પર જશે. 6 મહિનાથી વધુના આ શેડ્યૂલમાં અનેક એક્શન સિક્વન્સ શૂટ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક્શન સીન ભારતીય સિનેમાના અત્યાર સુધીના સૌથી મોંઘા સીનમાંથી એક હશે. આ પછી પોસ્ટ પ્રોડક્શન પર કામ કરવામાં આવશે. એટલે કે આ ફિલ્મ હવે 2023ના મધ્યમાં રિલીઝ થવાની આશા છે.

પ્રથમ ભાગમાં પુષ્પા તરીકે અલ્લુ અર્જુન અને શ્રીવલ્લીના રૂપમાં રશ્મિકા મંદન્નાએ તેના અભિનયથી ચાહકોને પ્રભાવિત કર્યા. દર્શકોને આશા હતી કે ફિલ્મના બીજા ભાગમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળશે. પરંતુ, રિપોર્ટ્સ અનુસાર બીજા ભાગમાં શ્રીવલ્લીના પાત્રને ઓછા સીન આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, શ્રીવલ્લીનું મૃત્યુ પુષ્પા પાર્ટ 2માં થશે. આ ફિલ્મમાં વિલન ફહદ ફાસિલ શ્રીવલ્લીની હત્યા કરતો જોવા મળશે. જે બાદ પુષ્પા તેની પત્નીના મોતનો બદલો લેશે.

આ પણ વાંચો: PM Modi/ લોકપ્રિય વચનો આપીને લોકો પાસેથી વોટ મેળવવો ખૂબ જ સરળ છે; PM મોદી