કૃષિ આંદોલન/ ટ્રેક્ટર માર્ચને લઇને SC નો મોટો નિર્ણય, જાણો શું કહ્યુ?

સુપ્રીમ કોર્ટે ખેડૂતોનાં પ્રજાસત્તાક દિવસ પર સૂચિત ટ્રેક્ટર રેલી પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રેક્ટર રેલી સામે દિલ્હી પોલીસની અરજીની સુનાવણી કરતા કોર્ટે બુધવારે કહ્યું હતું….

India
sssss 117 ટ્રેક્ટર માર્ચને લઇને SC નો મોટો નિર્ણય, જાણો શું કહ્યુ?

સુપ્રીમ કોર્ટે ખેડૂતોનાં પ્રજાસત્તાક દિવસ પર સૂચિત ટ્રેક્ટર રેલી પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રેક્ટર રેલી સામે દિલ્હી પોલીસની અરજીની સુનાવણી કરતા કોર્ટે બુધવારે કહ્યું હતું કે, અમે 26 જાન્યુઆરીએ આ ટ્રેક્ટર રેલી અથવા અન્ય કોઈ પ્રદર્શન પર કોઈ રોકનો હુકમ નહીં કરીશું. કોર્ટે કહ્યું કે, આ અંગે નિર્ણય લેવો પોલીસ પર છે. પોલીસ તેનું સંચાલન કેવી રીતે કરવું તે જોશે, અમે કોઈ આદેશ નહીં કરીશું.

કેન્દ્રનાં નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. કેન્દ્રએ આ રેલી પર સ્થાયી હુકમની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. બુધવારે આ સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે, સરકાર અમારી પાસે કેમ માંગ કરે છે કે, ટ્રેક્ટર રેલી રોકો, સરકારે જાતે નિર્ણય લેવો જોઈએ. ખેડૂતોને દિલ્હીમાં એન્ટ્રી અપાવવી જોઇએ કે નહી, અથવા ક્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે તે પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવશે. આ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે, તો આ માટેનો યોગ્ય અધિકાર પોલીસનો છે.

સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ટ્રેક્ટર રેલીને રોકવા માટે આપવામાં આવેલી આ અરજી પરત ખેંચવા કેન્દ્રને જણાવ્યું હતું. જે બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેટલાક ખેડૂત સંગઠનો તરફથી હાજરી આપતા એડવોકેટ પ્રશાંત ભૂષણએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસે દિલ્હીનાં આઉટર રીંગરોડ ઉપર જ ટ્રેક્ટર માર્ચ કાઢવા ખેડૂતો ઇચ્છે છે, તેમનો રાજપથ તરફ આવવાનો કોઈ ઇરાદો નથી અથવા કોઈ પણ રીતે પરેડને વિક્ષેપિત કરવાનો કોઇ ઇરાદો નથી. આ માર્ચ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે. અત્યાર સુધીમાં ખેડૂત આંદોલનથી કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાને કોઈ ખતરો નથી.

નિધન / કોંગ્રેસના MLA ગજેન્દ્ર શક્તાવતનું નિધન, CM ગેહલોત સહિત આ નેતાએ વ્યક્ત કર્યો શોક

Political / ઓવૈસીએ PM મોદીને ગણાવ્યા કમજોર પ્રધાનમંત્રી, કહ્યું – ” તેઓ ચીનનું નામ લેવાથી…

Crime / 16 વર્ષની સગીરા પર ત્રણ યુવકોએ કર્યો બળાત્કાર અને બાદમાં આવી હાલતમાં ઝાડ પર લટકાવી દીધી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો