Not Set/ અમદાવાદમાં 75 દિવસ બાદ પણ સી-પ્લેન માલદિવથી પરત નથી ફર્યું

અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેનની શરૂઆત  કરવામાં આવી હતી . પરંતુ  મેન્ટેન્સ માટે નવ એપ્રિલે માલદીવ ગયેલ સી-પ્લેન હજુ પણ પરત ન આવતા સી-પ્લેન સર્વિસ  હજી પછી નથી આવી .જેમના પગલે  કેવડિયા ખુલ્યુ પણ સી-પ્લેન સેવા બંધ છે. સી-પ્લેનના મેંટેનંસનની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને દર એક દોઢ મહિને મેંટેનંસ માટે માલદીવ મોકલાય છે. ફ્લાઈંગ […]

Gujarat Others
Untitled 231 અમદાવાદમાં 75 દિવસ બાદ પણ સી-પ્લેન માલદિવથી પરત નથી ફર્યું

અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેનની શરૂઆત  કરવામાં આવી હતી . પરંતુ  મેન્ટેન્સ માટે નવ એપ્રિલે માલદીવ ગયેલ સી-પ્લેન હજુ પણ પરત ન આવતા સી-પ્લેન સર્વિસ  હજી પછી નથી આવી .જેમના પગલે  કેવડિયા ખુલ્યુ પણ સી-પ્લેન સેવા બંધ છે.

સી-પ્લેનના મેંટેનંસનની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને દર એક દોઢ મહિને મેંટેનંસ માટે માલદીવ મોકલાય છે. ફ્લાઈંગ અવર પૂરા થતા ફ્લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે નવ એપ્રિલે સી-પ્લેનને માલદીવ મોકલ્યુ હતુ. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે. છતા સી-પ્લેન 75 દિવસે પણ પરત નથી આવ્યુ. હવે કોરોના કેસ ઘટવા છતા હજુ સુધી સી-પ્લેનનું સંચાલન ક્યારથી શરૂ કરવુ તેનો કોઈ નિર્ણય લેવાયો નથી તેવુ એયરલાઈંસે જણાવ્યું છે.

સરદાર પટેલની જન્મ જયંતિ 31મી ઓક્ટોબર, 2020ના રોજ વડાપ્રધાને દેશના પ્રથમ પેસેન્જર સી- પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહેલી સફર માણી હતી. 50 વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું આ સી- પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાને તેની શરૂઆત કરાવી હતી.