રોગચાળો/ જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ , શરદી,ઉધરસના કેસમાં નોધપાત્ર વધારો

જામનગરમાં વધતા રોગચાળાના આંકડા પર નજર કરીએ તો ઓગષ્ટ મહિનામાં શહેરી વિસ્તારોમાં 55,854 દર્દીઓ નોંધાયા છે,30 આરોગ્ય ટીમ હાલ કાર્યરત

Gujarat Others
જામનગરમાં

જામનગરમાં કોરોના પર કાબુ મેળવવામાં સફળતા મળી છે,. પરંતુ કોરોના બાદ ઋતુજન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. તહેવારો પૂર્ણ થતાં જામનગરમાં રોગચાળો વકર્યો છે… જેમાં છેલ્લા ત્રણેક અઠવાડિયાથી જામનગરની જી જી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના અને ઝાડા, ઉલ્ટીના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં દરરોજના અંદાજીત 30 જેટલા દર્દીઓ તાવ, શરદી અને ઉધરસના આવે છે.આ ઉપરાંત ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં પણ વધારો થયો છે.

જામનગરમાં વધતા રોગચાળાના આંકડા પર નજર કરીએ તો ઓગષ્ટ મહિનામાં શહેરી વિસ્તારોમાં 55,854 દર્દીઓ નોંધાયા છે… રોગચાળામાં વધારો થતાં આરોગ્ય વિભાગની ટીમ દ્રારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 30 ટીમો બનાવી ફોગીંગ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

જામનગરમાં વધતો જતો ઋતુજન્ય રોગચાળો પણ એક પડકાર છે…. થોડા વર્ષ પહેલાં ડેન્ગ્યુએ આખા જામનગરને બાનમાં લીધું હતું અને સતત વધતા કેસોમાં જામનગર આખા ગુજરાતમાં મોખરે સ્થાને રહ્યુ હતુ… જો ફરી ઋતુજન્ય રોગચાળા ને લઈને ગંભીરતાથી નકકર કામગીરી નહી કરવામાં આવે તો અગાઉ જેવી સ્થિતી સર્જાશે તે વાતને પણ નકારી શકાતી નથી.

મહત્વની બેઠક / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને અફઘાનિસ્તાન મામલે મહત્વની બેઠક

સ્ક્રેપ પોલિસીનો અમલ કયારે ? / ગુજરાતમાં સ્ક્રેપ પોલિસીનો અમલ વિલંબમાં, કેન્દ્ર તરફથી રાજ્યને કોઇ માર્ગદર્શિકા નથી થઇ જાહેર

હવે દુશ્મનોની ખેર નથી / આ તારીખે લોન્ચ થવા જઈ રહ્યું છે દેશનું પ્રથમ મિસાઈલ ટ્રેકિંગ શિપ