દુખદ ઘટના/ ચાલુ ક્લાસમાં હાર્ટએટેકથી મોતનો બીજો કિસ્સો, રાજકોટ બાદ અહીં થયું વિદ્યાર્થીનું મોત

ચાલુ કલાસમાં જ વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું છે. મોગરાવાડી વિસ્તારમાં રહેતા આકાશ પટેલ નામના વિધાર્થીનું મોત થયું છે.

Top Stories Gujarat Others
હાર્ટએટેકથી

રાજકોટમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું શાળામાં જ હાર્ટએટેકથી મોત થયાની ઘટના હજુ આંખ સામે થઇ હટી પણ નથી કે આવી જ બીજી ઘટના વલસાડથી સામે આવી છે. વલસાડની  જે. પી. શ્રોફ આર્ટસ કોલેજના S.Y.B.A ની ઘટના છે જ્યાં ચાલુ કલાસમાં જ વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું છે. મોગરાવાડી વિસ્તારમાં રહેતા આકાશ પટેલ નામના વિધાર્થીનું મોત થયું છે.

હાર્ટએટેકથી ધોરણ 8ની વિદ્યાર્થીનીનું મોત 

આપને જણાવી દઈએ કે ગઈકાલે રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી હવેલી એ. જસાણી સ્કુલમાં ચાલુ લેકચર દરમિયાન આજે સવારે ધોરણ 8માં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થી અચાનક બેહોશ થઇ જતાં તેને સ્કૂલ વાનમાં જ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ. ત્યાં હાજર ડોક્ટરે વિદ્યાર્થિનીને જોઈને તેને મૃત જાહેર કરી.

આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયા પોલીસને જાણ કરી હતી. સાથે જ મૃતકના સ્વજનોને જાણ કરતાં તેઓ પણ સરકારી દવાખાને પહોંચી ગયા હતા. તેમજ હોસ્પિટલ ચોકીના કર્મચારીઓએ એન્ટ્રી નોંધી સમગ્ર ઘટના અંગે માલવિયા પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક સરકારી હોસ્પિટલે પહોંચી હતી. તેમજ શાળાના સ્ટાફે રિયાના પરિવારને આ અંગે જાણ કરતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. વહાલી દીકરીની લાશ જોઈ પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા.

આ પણ વાંચો:સ્કૂલ સંચાલકોના સ્કૂલનું જ સ્વેટર પહેરવાના નિયમે મારી દીકરીનો જીવ લીધોઃ માતા

આ પણ વાંચો:સુરતમાં પોષી એકાદશીએ અનોખું તર્પણ, નોનવેજ અને દારૂ પણ કરાય છે અર્પણ

આ પણ વાંચો:ફૂડ પોઇઝનિંગથી હવે માણસો જ નહી પશુઓના પણ મોત