- મહિલાને બળત્કારની ફરિયાદ પાછી લેવા કહ્યું
- મહિલાને અને તેના પતિને આપી ધમકી
- જાનથી મારી નાખવાની આપી ધમકી
રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજકોટ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં અગાઉ કોર્ટમાં કરેલી બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી બાઇકમાં આવેલા શખસે મહિલા અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાહેરમાં ખુલ્લી છરી સાથે આતંક મચાવી હુમલો કર્યો હતો, જેમાં મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. મહિલા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. જોકે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નથી થઈ.
પીડિત મહિલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અજીતસિંહ ચાવડા નામના ફાઇનાન્સર કંપનીમાંથી 50,000 રૂપિયા આજે લીધા હતા પરંતુ મારા પતિ વ્યાજ ના ભરી શકતા દરરોજ લુખ્ખાતત્વો દ્વારા મારા પર બળજબરીથી દુષ્કર્મ ગુજારવામાં આવી રહ્યું હતું અને વારંવાર ઘરે આવી અડપલાં કરતાં હતા.મહિલા દ્વારા અજીતસિંહ ચાવડા અને તેના પાર્ટનર પર દુષ્કર્મની ફરિયાદ પણ કરી હતી પરતું પોલીસે ફરિયાદ ન નોંધતા મહિલાએ કોર્ટ અરજી કરી છે. પીડિત મહિલા અને તેના પતિ પર અજીતસિંહ ચાવડા પર છરી વડે હુમલો થયો છે.
આ બળાત્કારની ફરિયાદમાં કોર્ટે પોલીસ તપાસનો હુકમ કરતા તાલુકા પોલીસે મહિલા અને તેના પતિને પોલીસ સ્ટેશને નિવેદન આપી જવા કહ્યું હતું. જયારે બીજી બાજુ આરોપીને પણ કોર્ટમાં તેના વિરૂધ્ધ દૂષ્કર્મની ફરીયાદ થયાની જાણ કરી દીધી હતી. જેના પગલે ગઇકાલે સાંજે આરોપી અજીતસિંહ ચાવડા અને તેના સાથે બે શખ્સો મહિલાના ઘરે પહોંચ્યા હતા અને ફરીયાદ પાછી ખેંચી લેવાનું કહી તેના રીક્ષા ચાલક પતિને ધમકી આપી હતી. આ સાથે ફરીયાદ પાછી ખેંચી લો તેના બદલામાં પૈસા આપી દેશું તેવી લાલચ પણ આપી હતી પરંતુ રિક્ષા ચાલક પતિએ ફરીયાદ પાછી ખેંચી લેવાની ના પાડી હતી.
ઘર પાસે ચોકમાં આ માથાકુટ ચાલી રહી હતી ત્યારે રીક્ષાચાલક યુવાનની પત્ની પણ ઘરની બહાર નીકળી ડખ્ખામાં વચ્ચે પડી હતી મહિલાને જોઇને આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને સરાજાહેર ફડાકા ઝીકી દીધા બાદ નેફામાંથી છરી કાઢી મહિલાને બે ઘા ઝીકી દઇ હુમલાખોરો નાસી ગયા હતા.
આ પણ વાંચો:2022માં પણ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, જાણો આ યાદીમાં તેમના પછી કોણ-કોણ છે
આ પણ વાંચો:ચીન સાથેના તણાવ વચ્ચે PM નરેન્દ્ર મોદી રવિવારે જશે નોર્થ ઈસ્ટ, અમિત શાહ પણ તેમની સાથે રહેશે
આ પણ વાંચો:11 દોષિતોની મુક્તિ પર કોઈ પુનર્વિચાર નહીં, સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની અરજી ફગાવી