Jammu Kashmir/ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોનું ઓપરેશન, અવંતીપોરામાં લશ્કરના કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના બિજબેહરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે

Top Stories India
3 કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોનું ઓપરેશન, અવંતીપોરામાં લશ્કરના કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના બિજબેહરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. જયારે અવંતીપોરામાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મુખ્તાર ભટ્ટ સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે (31 ઓક્ટોબર) કુપવાડા જિલ્લાના કેરન સેક્ટર (જુમાગુંદ વિસ્તાર)માં સેના દ્વારા એક પાકિસ્તાની આતંકવાદીને પણ ઠાર કરવામાં આવ્યો હતો.

જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે  જણાવ્યું હતું કે પોલીસ પાકિસ્તાનમાંથી શસ્ત્રો અને માદક પદાર્થોની દાણચોરીને રોકી રહી છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની “નાપાક યોજનાઓ અને કૃત્યો” કોઈ છુપી વાત નથી, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરહદ પારથી ડ્રોન દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં હથિયારો, માદક દ્રવ્યો અને IED મોકલવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

 ડીજીપી દિલબાગ સિંહે એવો પણ દાવો કર્યો હતો કે આવા ઘણા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેને પાકિસ્તાનના સુરક્ષા દળોનું સમર્થન છે. નોંધનીય છે કે રવિવારે (30 ઓક્ટોબર) પોલીસે જમ્મુમાં ડ્રોનની મદદથી પાકિસ્તાનથી હથિયારો અને વિસ્ફોટકોના કન્સાઈનમેન્ટને ઉતારવામાં સામેલ તેના બે લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ચાર પિસ્તોલ, આઠ મેગેઝીન અને 47 રાઉન્ડ મળી આવ્યા હતા.