Not Set/ કાશ્મીર/ સેના દ્ગારા ખેડૂતોને આપવામાં આવી સુરક્ષાની ખાતરી, શું છે ખતરો ?

શું આપી સેનાએ ખાતરી અને શું કામે ? કાશ્મીરમાં ભારતીય સેનાનાં નોર્ધનવિંગનાં લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ધિલ્લોન દ્વારા કાશ્મીરના ખેડૂતોનો સુરક્ષા મામલે વિશ્વાસ સંપાદિત કરવા માટે ખેડૂતોને બહેધરી આપવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ધિલ્લોને કહ્યું કે, હું કાશ્મીરમાં ખેડૂતોને ખાતરી આપવા માંગું છું કે તમામ પ્રકારની સંભવિત સુરક્ષા ખેડૂતો અને બાગ માલિકોને પૂરી પાડવામાં આવશે. […]

Top Stories India
dhillon કાશ્મીર/ સેના દ્ગારા ખેડૂતોને આપવામાં આવી સુરક્ષાની ખાતરી, શું છે ખતરો ?

શું આપી સેનાએ ખાતરી અને શું કામે ?

કાશ્મીરમાં ભારતીય સેનાનાં નોર્ધનવિંગનાં લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ધિલ્લોન દ્વારા કાશ્મીરના ખેડૂતોનો સુરક્ષા મામલે વિશ્વાસ સંપાદિત કરવા માટે ખેડૂતોને બહેધરી આપવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ધિલ્લોને કહ્યું કે, હું કાશ્મીરમાં ખેડૂતોને ખાતરી આપવા માંગું છું કે તમામ પ્રકારની સંભવિત સુરક્ષા ખેડૂતો અને બાગ માલિકોને પૂરી પાડવામાં આવશે. ખેડૂતો અને બાગ માલિકોને પાકની કાપવાની છૂટ આપવામાં આવશે અને કાપણી સમયે સુરક્ષાની પણ ખાતરી આપવામાં આવે છે. હું કાશ્મીરના તમામ ખેડૂતોને સુરક્ષાની ખાતરી આપુ છું. ખેડૂતો, બાગ માલિકો અને ફળોનાં વ્યાપારીને રાજ્ય સરકાર(સેના) દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ખેડૂતો, બાગ માલિકો અને ફળોનાં વ્યાપારી આપણી જવાબદારી છે.

ખેડૂતો-વેપારી પર હુમલા થવાનું આવુ છે કારણ

ત્યારે સેનાનાં લેફ્ટનન્ટ જનરલ દ્વારા આવી ખાતરી કેમ આપવામાં આવી રહી છે તે પ્રશ્ન ઉદ્દભવવો સ્વાભાવીક છે. આપને જણાવી દઇએ કે, સરકાર દ્વારા કાશ્મીરમાંથી 370 હટાવ્યાની સાથે સાથે સીમા પારથી આતંકીઓનાં ખતરાને અને રાજ્યની આંતરીક સુરક્ષાને ધ્યાનમાં રાખી પુખ્ત સુરક્ષા વ્યવસ્થા પ્રસ્થાપિત કરી દેવામાં આવી હતી. હાલ કાશ્મીરમાં સેના દ્વારા ચંપતી નજર રાખી તમામ પ્રકારની સીમા પારથી થતી હરકતોને બંઘ કરાવી દેવામાં આવી છે. આતંકી અને આતંકના આકાઓ સેનાને કારણે આકુળ વ્યકુળ થઇ ઉઠ્યા છે.

આતંકીની આવી છે મંચ્છા

કોઇ મોટી આતંકી ઘટનાને સેનાની હાજરીને કારણ અંજામ આપવામાં અસમર્થ આતંકી પોતાનો ખોફ બેસાડવા છુટક ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે અને વ્યાપારીઓ અને ખાસ કરીને અંતરીયાળ વિસ્તારોમાંનાં ખેડૂતો અને બાગ-બગીચા માલિકોને ડરાવી રહ્યા છે અને આમ કરી પોતાનું ભંડોળ અને ખોફ જમાવવાની કોશિશ કરી રહ્યા છે. માટે જ કાશ્મીરમાં કોઇને કોઇ વ્યાપારી પર આતંકી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે નાં સમાચાર મળી રહ્યા છે. જો ભય ખતમ થઇ જાય તો આતંકવાદ પણ પોતાની જાતે ખતમ થઇ જાય અને લોકો રાબેતા મુજબનાં જનજીવનમાં પાછા ફરી જાય તો આતંકનો દિખ્ખતો ઘંઘો બંઘ થઇ જાય માટે આતંકી આ મામલે કોઇને કોઇ વારદાત કરી લોકોમાં ભય પ્રસરાવવા માગે છે.

સેના દ્વારા આ કારણે આપાઇ રહી છે ખાતરી

સેના અને સરકારને આ મામલાની ભલી ભાતી ખબર છે અને માટે જ તે કાશ્મીરીઓનાં મનમાંતી આતંકનાં ખતરાને ભૂસવા માગે છે. હાલ કાશ્મીરનું જનજીવન રાબેતા મુજબનું થવા જઇ રહ્યું છે ત્યારે લોકોનો ભય ખતમ કરવા અને સેના તેમની સાથે છે અને તે સેનાનાં ઓથાર નીચે સુરક્ષીત છે તે ખતરી અપાવવા સેના દ્વારા આવું કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.